________________
સાત (સુખ) ઉત્પન્ન થતું નથી. તેઓ એવી દલીલ કરે છે કે કાર્ય કારણાનુસાર જ થાય છે–લેકમાં પણ કારણને અનુસાર કાર્ય જ જોવામાં આવે છે. જેમ સફેદ તંતુઓમાંથી જ સફેદ વસ્ત્ર નિર્માણ થાય છે–લાલ તંતુઓમાંથી સફેદ વસ્ત્ર બનાવી શકાતું નથી, એજ પ્રમાણે સુખના અનુશીલનથી જ સુખની ઉત્પત્તિ થાય છે–દુખની ઉત્પત્તિ થતી નથી. આ સાતવાદીઓમાં અકિયાવાદિપણું, એ કારણે પ્રગટ કરવામાં આવ્યું છે કે-આ સાતવાદીઓ સંયમ અને તપને દુઃખરૂપે સ્વીકાર કરે છે. સંયમ અને તપ તે વાસ્તવિક રૂપે પ્રશમરૂપ છે અને વાસ્તવિક સુખરૂપ છે. તેથી આ કાર્ય રૂપ મેક્ષમાં પણ પ્રશમરૂપતા અને વાસ્તવિક સુખરૂપતા છે.
સમુછેદવાદી–જે પ્રતિક્ષણ નિરન્વય વસ્તુને નાશ થતે રહેતે હેવાનું માને છે તેમને સમુછેદવાદી કહે છે. તેમનું બીજુ નામ ક્ષણિકવાદી પણ છે. તેઓ એવું માને છે કે પ્રત્યેક વસ્તુને પ્રત્યેક ક્ષણે નિરન્વય નાશ થતો રહે છે, તેઓ પોતાની આ માન્યતાને પુરવાર કરવાને માટે આ પ્રકારની દલીલોને આધાર લે છે–વસ્તુની સત્તા (વિદ્યમાનતા) વસ્તુ કાર્યકારી હોવાને કારણે સિદ્ધ થાય છે. વસ્તુ કઈ પણ કાર્ય ન કરે છતાં પણ તેની સત્તા સ્વીકારવી એ તો ગર્દભને પણ શિંગડાં હોવાની વાત સ્વીકારવા જેવું છે. જે કાર્યકારી હોવાને લીધે જ વસ્તુની સત્તા સિદ્ધ થતી હોય, તે વસ્તુ નિત્ય હોઈ શકે નહીં, કારણ કે જે વસ્તુ નિત્ય હોય છે તે કમપૂર્વક પણ કાર્ય કરી શકતી નથી અને અકમપૂર્વક -યુગપતૃરૂપે-પણ કાર્ય કરી શકતી નથી, કારણ કે જે નિત્ય હોય છે તે એક સ્વભાવવાળી હોય છે, એક સ્વભાવવાળું હોવાથી તે નિત્ય રૂપ કારણ એક કાર્ય કર્યા બાદ અન્ય કાર્ય કરનારું હોઈ શકતું નથી કારણ કે આ સ્થિતિમાં તેમાં સ્વભાવભિન્નતા આવી જાય છે, જે અનિત્યતાની સાધક હોય છે. તેથી એ માનવું પડશે કે નિત્યકારણ કાલાન્તરભાવી સકલ કાર્યોનું કર્તા ન હોઈ શકવાને કારણે કાર્યકારી ન હોવાથી અવસ્વરૂપ જ છે. તેની સત્તા સિદ્ધ થતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩ ૨