________________
શાળી કર્તાદ્વારા બનાવવામાં આવ્યું છે, કારણ કે તે સંસ્થાન (આકાર) વાળું છે. ઈશ્વર જ તેને કર્તા (સર્જક) છે.
તેમની આ માન્યતાની વિરૂદ્ધમાં સિદ્ધાન્તવાદીઓની દલીલ આ પ્રમાણે છેનિર્મિતવાદીએ એવું જે માને છે કે આ જગત બુદ્ધિમાન કર્તારૂપી ઈશ્વરે જ બનાવ્યું છે, તે વાત માની શકાય એવી નથી. કારણ કે આ પ્રકારના કથનને માનવામાં આવે તે ઘટાદિ (ઘડા વગેરે)માં પણ ઈશ્વર કકવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે એટલે ઘડાને કર્તા પણ ઈશ્વરને જ માનવો પડશે, અને તેમાં જે કુંભકાર નાર્તાપણાનું કર્કતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને પણ વ્યર્થ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કદાચ આપણે એ વાતને માની લઈએ કે ઘડાને કર્તા કુંભાર છે, તે એવું માનવાને પ્રસંગ પણ પ્રાપ્ત થશે કે ઘડાદિના કર્તા કુંભારની જેમ જગતને કર્તા ઇશ્વર પણ અનીશ્વર જ હોઈ શકે. વળી ઈશ્વરને શરીર તે હતું નથી, તેથી શરીરના અભાવને લીધે તે જગતના નિર્માણમાં કારણભૂત પણ કેવી રીતે બની શકે ! જે તેને શરીર યુક્ત માનવામાં આવે તે એ પ્રશ્ન ઉદ્ભવશે કે તેના શરીરને બનાવનાર પણ કઈને કઈ બીજે કર્તા હે જ જોઈએ! અને ઈશ્વરના શરીરને જે કર્તા હશે તે કર્તાના શરીરને પણ બનાવનાર કંઈ ત્રિીજો કર્તા હશે! આ પ્રમાણે કર્ઘતરને માનવાથી મૂળમાં જ ક્ષતિકરનારી અનવસ્થાને પ્રસંગે પ્રાપ્ત થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જગતમાં કઈ ઈશ્વર કર્તકતા સિદ્ધ થતી નથી, પરંતુ જગત તે જેવું છે એવું જ અનાદિ કાળથી હતું. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે-“ન જાનિત કનીરાં 7TR” જગતના કર્તા તરીકે ઈશ્વરને માનનારના કથનમાં અક્રિયાવાદિતા તે કારણે પ્રકટ કરવામાં આવી છે કે આ પ્રવચન અને બીજા અનુમાન દ્વારા જગતમાં અકૃત્રિમતા જ સિદ્ધ કરવામાં આવી છે, છતાં પણ નિમિંતાવાદીઓએ આ અકૃત્રિમતાનો જે નિષેધ કર્યો છે.
સાતવાદી–સાત એટલે સુખ, જે લાકેની એવી માન્યતા છે કે સુખ જ સેવન કરવા ગ્ય છે-અસાત રૂપ તપ, બ્રહ્મચર્ય આદિ સેવન કરવા યોગ્ય નથી, તેમને સાતવાદી કહે છે. આ સાતવાદીઓ એવું કહે છે કે સુખાર્થીઓને માટે સાત (સુખ) જ અનુશીલનીય છે, તપ, બ્રહ્મચર્ય આદિ રૂપ અસાત અનુશીલનીય નથી, કારણ કે અસાતરૂપ બ્રહ્મચર્યાદિ દ્વારા કદી પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫