________________
જે “કાલાન્તરભાવી કાર્યોનું તે નિત્યકારણ કર્યા હોય છે,” આ વાત માનવાને માટે તેમાં સ્વભાવાન્તોત્પત્તિનું કથન કરવામાં આવે તે આ પ્રકારની માન્ય તાને લીધે તે તેમાં નિત્યતાને જ વિઘાત થઈ જાય છે, કારણ કે સ્વભાવ ન્ત૫ાદ જ ગતિ અનિત્યતાને સાધક થાય છે. જે એવું કહેવામાં આવે કેનિત્ય કારણ એક સાથે જ સકલ કાર્યોને કરનારું હોય છે, તે એ પ્રકારનું કથન પણ યોગ્ય નથી, કારણ કે એક જ કાળમાં સકલ કાર્યો કરવાને અભાવ તેમાં પ્રત્યક્ષરૂપે જ જોવામાં આવે છે. તથા જે તે એક જ કાળમાં સકળ કાર્યો કરી લેતું હોય, તો તે અપર કાળમાં શું કરશે? કંઈ પણ નહીં કરે ! આ રીતે અર્થ ક્રિયાકારી નહીં હોવાથી તેમાં વિસ્તુતા જ માનવાને પ્રસંગે પ્રાપ્ત થશે. તેથી એવું માનવું પડશે કે જે વસ્તુ ક્ષણિક હેય છે, એજ કાર્યકારી હે છે કારણ કે ક્ષણિક વસ્તુમાં જ કાર્યકારિત્વ સંભવી શકે છે. આ પ્રકારે સમુદવાદી માને છે કે “સર્વ ક્ષળિમ્ ” “ બધી વસ્તુઓ ક્ષણિક છે. "
આ પ્રકારને ક્ષણિકવાદીઓને મત યુક્તિયુક્ત લાગતું નથી. જે વસ્તુને ક્ષણિક માનવામાં આવે તે પરલોકની સિદ્ધિ પણ સંભવી શકે નહીં, અને ફલાથી વ્યક્તિ એની ક્રિયામાં પ્રવૃત્તિ પણ સંભવી શકે નહીં. એવું જોવામાં આવે છે કે મનુની સકળ ક્રિયાઓમાં પ્રવૃત્તિ પ્રજવાક્ય વડે જ થઈ શકે છે. તે પ્રયોજક વાક્ય અસંખ્યાત સમયભાવી અનેક વર્ણાત્મક જ હોય છે. પરંતુ આ પ્રકારની વાત ક્ષણિકવાદમાં સંભવી શકતી નથી, કારણ કે ક્ષણિકવાદમાં વર્ણને ક્ષણવિનાશી માનવામાં આવ્યો છે, તેથી પ્રાજક વાક્યના અભાવમાં સકલ વ્યવહારને ઉછેદ થવાને પ્રસંગ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. તથા કુંભાર આદિ પણ જે ક્ષણિક જ હોય, તે તેમના દ્વાર અર્થે ક્રિયા પણ થઈ શકે નહીં તેથી એવું જ માનવું જોઈએ કે સમુચછેદવાદીને મત પણ બરાબર નથી. વાસ્તવિક દષ્ટિએ જોવામાં આવે તો એ વાતની પ્રતીતિ થાય છે કે પ્રત્યેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ ક્ષણવિનશ્વર નથી, પણ પર્યાયની અપેક્ષાએ ક્ષણવિનશ્વર છે. આ સમુચછેદ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩ ૩