________________
તે અકિયાવાદીએ નાસ્તિક છે, કારણ કે વસ્તુનું જે અનેકાન્તાત્મક સ્વરૂપ છે, તેને તેઓ માનતા નથી, પરંતુ વસ્તુના એકાન્તાત્મક સ્વરૂપને જ તેઓ માને છે. આ એકાન્તવાદ વસ્તુતઃ પરલેક સાધક ક્રિયાને પણ માનતા નથી. તેમના દ્વારા અભિમત પદાર્થ સત્તામાં પરલેક સાધક કિયાની અનુપત્તિ છે. તેને સદ્ભાવ સિદ્ધ થતો નથી આ રીતે તેઓ અકિયાવાદી જ છે. હવે તે અકિયાવાદીઓના આઠ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“એક જ આત્માદિ પદાર્થ છે,” આ પ્રકારની જેમની માન્યતા છે તેમને એકવાદી કહે છે. એકવાદીની માન્યતા આ પ્રકારની છે–તે એકવાદીઓમાં જે ભૂતાત્મવાદી છે, તેનું મંતવ્ય એવું છે કે –
“p ga fણ મુરારમ” ઈત્યાદિ–
પ્રત્યેક ભૂતમાં એક જ ભૂતાત્મા વ્યવસ્થિત (વિવમાન) છે. તે એક ભૂતાત્મા જ જલચન્દ્રની જેમ એક પ્રકાર અને અનેક પ્રકારનો દેખાય છે. એજ પ્રમાણે પુરુષાદ્વૈત, શબ્દાદ્વૈત, સામાન્યાદ્વૈત, આદિ મતવાદીઓના મતને પણ એકવાદી જ કહેવામાં આવે છે. આ પ્રમાણે આત્માને, પુરુષને, શબ્દને અને સામાન્યને એક માનનારા હેવાને કારણે તે એકત્વવાદીઓના જ અનેક પ્રકાર પડે છે. તે એકવાદી આત્માદિ સિવાયના વિદ્યમાન પદાર્થોને પણ સ્વીકાર કરતા નથી, આત્માદિકમાં એકાન્તિક એક યુક્તિ દ્વારા સિદ્ધ થતું નથી, તેથી તેમને અકિયાવાદી કહ્યા છે. પદાર્થોમાં અમુક દૃષ્ટિએ એકત્વ હોવા છતાં પણ એકાન્તતઃ તેમની અનેકતાનું પ્રતિપાદન કરનારા લોકોને અનેકવાદી કહે છે. આ અનેકવાદી પ્રમાણની અપેક્ષાએ પદાર્થોમાં પરસ્પર વિલક્ષણતા હોવાને કારણે તે પદાર્થોમાં ભિન્નતા જ માને છે. જેમ કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુના ૩૫માં ભિન્નતા જણાય છે, તે કારણે તેઓ તે પદાર્થોમાં ભિન્નતાને જ સ્વીકરે છે. તેમની માન્યતા આ પ્રકારની છે જે પદાર્થોમાં એકતા હોત તો જીવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२८