________________
અજીવ બદ્ધ, મુક્ત, સુખી અને દુઃખી જીવોમાં પણ એક્તા માનવાને પ્રસંગ પ્રાપ્ત થાત. આ પ્રકારે જે સમસ્ત પદાર્થોમાં એકતા આવી જાય, તે સુકૃત અને દુષ્કૃતના ફલમાં જે ભિન્નતા જોવામાં આવે છે, તે જોવામાં આવે જ નહી અને જે તેમના ફલની વિલક્ષણતા જ ન રહે, તે દીક્ષાદિક લેવાની પ્રવૃત્તિને જ માં અભાવ રહેવા માંડે.
સામાન્યની અપેક્ષાએ એકવવાદીઓને જે મત છે, તેને પણ આ અનેક વાદીઓ આ પ્રકારે દૂષિત કરાવે છે –
તેઓ એવું કહે છે કે જે લેકે સામાન્યને આશ્રિત કરીને પદાર્થોમાં એકતાનું પ્રતિપાદન કરે છે, તેમનું તે કથન એ કારણે ખરું નથી કે સામાન્ય વિશેષ કરતાં ભિન્ન હોવાનું અથવા અભિન્ન હોવાનું સિદ્ધ થઈ શકતું નથીસામાન્ય વિશેષથી ભિન્ન છે, અથવા સામાન્ય વિશેષથી અભિન્ન છે એ વાત જ અશક્ય લાગે છે. એ જ પ્રમાણે અવયવી અયવથી, અને ધમ ધર્મોથી ભિન્ન છે કે અભિન્ન છે, તે પણ કહી શકાય તેમ નથી. તે કારણે તે અનેક વાદી પદાર્થોમાં એકાન્તત (સંપૂર્ણતઃ ) અનેતા જ માને આ અનેકવાદીને અકિયાવાદી કહેવાનું કારણ એ છે કે પદાર્થોમાં કયારેક એકતા સંભવિત પણ હોઈ શકે છે, છતાં પણ તેઓ તે એકતાને માનતા નથી, અને એકાન્ત રૂપે અનેકતાનું જ પ્રતિપાદન કરે છે. તેમણે સામાન્યને જે સર્વથા નિષેધ કર્યો છે તે વાત અસંગત જ લાગે છે કારણ કે-પદાર્થોમાં અભેદજ્ઞાન અનુભવથી સિદ્ધ થાય છે. જે સર્વથા સામાન્ય અભાવ માનવામાં આવે તે અભેદજ્ઞાનનું કથન જ થઈ શકે નહી. આ રીતે પદાર્થોમાં સર્વથા ભિન્નતા હોવાથી એક પરમાણુ સિવાયના સઘળા પદાર્થોમાં અપરમાણુતા માનવાને જ પ્રસંગ પ્રાપ્ત થશે. તથા અવયવી વગર અને ધર્મી વગર પ્રતિનિયત અવયવની અને ધર્મની વ્યવસ્થા થઈ શકતી નથી. તેથી સામાન્યને, ધમીને અને અવયવીને સદ્ભાવ માન જ જોઈએ. તેમના સદૂભાવને લીધે ભેદભેદ રૂપ વિકતપ કરીને જે દૂષિતતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૯