________________
ભાન કરાવવાના સામર્થ્યવાળા અણગારને અપાયદશી કહે છે. કહ્યું પણ છે કેસુમિરલ સુવાડું” ઈત્યાદિ)
શિષ્યને જે સારી રીતે ભિક્ષા આદિની પ્રાપ્તિ થતી નથી, તે તેનામાં દુર્બલ પણ આવી જાય છે. દુબલતા આવી જવાને કારણે તેનામાં માનસિક અસ્થિરતા આવી જવાને પણ સંભવ રહે છે. માનસિક અસ્થિરતા આવી જાય છે તેને માટે પિતાને નિર્વાહ ચલાવવાનું પણ કઠણ થઈ જાય છે. આ પ્રકારે જે આચાર્ય આદિ શિષ્યજનને અપાય દર્શાવનાર હોય છે તેને અપાયદશી કહે છે. આ રીતે પિતાના અતિચારોની આલેચના કરવા માગતા આલેચક દ્વારા પિતાના જે અતિચારે પ્રકટ કરવાના હોય, તે અતિચાર સાંભળવાને પાત્ર એજ અણગારને ગણી શકાય છે, કે જેનામાં નીચેના આઠ ગુણેને સદૂભાવ હોય છે-(૧) તે આચારવાના હેવો જોઈએ, (૨) તે અવધારવાનું કે જોઈએ (3) તે વ્યવહારવાન હવે જોઈએ (૪) તે અપીડક હે જોઈએ (૫) તે પ્રકારક હૈ જોઈએ, (૬) તે અપરિસાવી હે જોઈએ, (૭) તે નિર્યાપક હવે જોઈએ અને (૮) તે અપાયદશ હવે જોઈએ. આ બધાં પદને અર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
અહીં ગુણને નિર્દેશ કે જેતે હતા, પરંતુ ગુણ અને ગુણીમાં અભેદને ઉપચાર કરીને અહીં ગુણીને નિર્દેશ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવાનું છે.
આ પ્રકારે આલોચના દાતાના ગુણોનું વર્ણન નિરૂપણ કરીને હવે સૂત્રકાર આલેચકના ગુણેનું નિરૂપણ કરે છે–
“ગ”િ ઈત્યાદિ–નીચે દર્શાવેલા આઠ ગુણેથી સંપન્ન હોય એ અણગાર પિતાના અપરાધરૂપ દોષોની આલેચના કરવાને યોગ્ય ગણાય છે. ૧) જાતિ સંપન્ન, (૨) કુલ સંપન્ન, (૩) વિનય સંપન્ન, (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન, (૭) ક્ષાન્ત અને (૮) દાત.
જાતિ સંપન્ન—ઉત્તમ માતૃવંશ યુક્તને જાતિ સંપન્ન કહે છે. કુલ સંપન્ન -ઉત્તમ પિતૃવંશથી સંપન્ન હોય એવાને કુલ સંપન્ન કહે છે. જાતિ સંપન્ન અને કુલ સંપન્ન સાધુ, સામાન્ય રીતે અકૃત્ય કરતા નથી. કદાચ તેનાથી કોઈ અકૃત્ય સેવન થઈ જાય છે, તે પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી તેનું મન તપ્ત થઈ જાય છે, અને તે પિતાના દેશની આલોચના અવશ્ય કરી જ લે છે. આ પ્રકારે જાતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫