________________
જે સુરૂપથી લઈને મનઆમ પર્યાના વિશેષ વપરાયાં છે તેમના અર્થ દરૂપ આદિ શબ્દ કરતાં વિપરીત થાય છે, એમ સમજવું. ત્યાં ઉત્પન્ન થયેલા તે પુરુષની જે બાહ્ય અને આભ્યન્તરિક પરિષદ હોય છે તે પણ તેને આદર કરે છે અને તેને પિતાના સ્વામી રૂપે ગણે છે, તથા મહાપુરુષોને બેસવા
ગ્ય આસન પર તેને બેસાડે છે. જ્યારે કોઈ પણ મનુષ્ય સભામાં તે કઈ પણ વિષય પર ભાષણ કરતે હોય છે, ત્યારે ચાર પાંચ માણસે કઈ પણ પુરુષ દ્વારા પ્રેરિત કરાયા વિના પણ ઊભા થઈને એવું કહે છે કે “હે આર્યપુત્ર! આપ જે કહે છે તે યથાર્થ જ છે. આપની વાત અમને ખૂબ જ રુચિકર લાગે છે. આપ હજી પણ વધારે લો” આ પ્રકારે તે આલોચિત, અને પ્રતિકાન્ત સાધુને ઉપપાત અને આયાતિ, બને અગહિંત જ હોય છે.
આ લોક અગહિત છે, તેનામાં લઘુતા (નિરાભિમાનીપણું) હોવી, દરેક માણસને તેના દ્વારા આનન્દ મળ” ઈત્યાદિ કહ્યું પણ છે કે
સંવરાસંવરકા નિરૂપણ
“ચારણારૂ ગાળે” ઈત્યાદિ–
લઘુતા, આહાદજનકતા, આત્મ નિયંત્રણ, આર્જવ, દુષ્કર કરણતા, આદર પ્રાપ્તિ, અને નિ:શલ્યતા, આ બધાં આલોચના રૂપ વિશુદ્ધિના ગુણો કહ્યા છે. સૂ. ૧૦
જે જીવ આલોચના, પ્રતિકમણ આદિ કરે છે તે સંવરવાળા હોય છે, તેથી હવે સૂત્રકાર સંવરનું અને તેનાથી વિપરીત એવા અસંવરનું નિરૂપણ કરે છે–
વિષે સંય પારે” ઇત્યાદિ– સંવર એટલે શેકવું તે. સંવરના મુખ્ય બે ભેદ પડે છે–(૧) દ્રવ્યસંવર અને (૨) ભાવસંવર. પાણીની અંદર તરતી હોડી પડેલા છિદ્ર દ્વારા તેમાં પ્રવેશતા પાણીને અટકાવવા માટે તે હોડીમાં પડેલા છિદ્રને કઈ પણ દ્રવ્ય વડે બંધ કરી દેવું તેનું નામ સંવર છે. જીવ રૂપ નૌકામાં ઈન્દ્રિયાદિક આદિ દ્વારા આવનારાં કર્મોના કારણભૂત તે ઈન્દ્રિયાદિ દ્વારેને સમિતિ આદિ દ્વારા બંધ કરી દેવાં, તેનું નામ ભાવસંવર છે. ભાવસંવરના શ્રેગ્નેન્દ્રિય સંવર આદિ આઠ ભેદ પડે છે.
સંવરથી વિપરીત વરૂપવાળો અસંવર હોય છે. તેના પણ નીચે પ્રમાણે આઠ પ્રકાર પડે છે–(૧) શ્રોત્રેન્દ્રિય અસંવર, (૨) ચક્ષુઈન્દ્રિય અસંવર, (૩) ધ્રાણેન્દ્રિય અસંવર, (૪) રસનેન્દ્રિય અસંવર, (૫) સ્પર્શેન્દ્રિય અસંવર, (૯) મન અસંવર (૭) વચન અસંવર અને (૮) કાય અસંવર છે સૂ. ૧૧
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
૧૭