________________ શાસ્ત્રપ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિ વિક્રમ સંવત ૨૦૦૭ના ચૈત્ર સુદ દસમને બુધવારે, પુષ્ય નક્ષત્ર જ્યારે ચાલતું હતું ત્યારે સૌરાષ્ટ્રના મેન્દડાં નામના મધુમતિ નદીના કિનારે વસેલા ગામની પૌષધશાળામાં, રથાનાંગ સૂત્રની આ સુધા નામની ટીકા સમાપ્ત થઈ હતી. પૂર્વાદ્ધ કાળે (દિવસના પૂર્વાર્ધમાં) આ ટીકા લખવાનું કામ પૂરું થયું. હતું. આ ટીકા ભવ્ય જીને ઘણું સુંદર લાગી છે. આ મેન્દડા ગામમાં શ્રાવકનાં ઘણાં ઘર છે. મેન્દડા ગામને જૈન સંઘ ભક્તિભાવથી યુક્ત અને કરુણાનો સાગર છે, શુદ્ધ સ્થાનકવાસી ધર્મનું પાલન કરવામાં લીન છે. સમ્યક્ત્વ ભાવથી પૂર્ણ અને તત્ત્વાતવને વિવેક કરવામાં નિપુણ, અને સમસ્ત જીને ઉપકારક છે. એ આ મહાન શ્રી જૈનસંઘ સદા વિજ્યશીલ બની રહે, એવી મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. આ ગામના પ્રત્યેક ઘરમાં એવાં શ્રાવક શ્રાવિકાઓ વસે છે કે જેઓ દેવ, ગુરુ અને ધર્મમાર્ગ પ્રત્યે ભક્તિભાવથી યુક્ત અને સદાચારનું પાલન કરવાની રુચિવાળાં છે. છે શાસ્ત્ર પ્રશરિત સમાપ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : 05 283