________________
માયા કર્યા બાદ સાધુની કેવી હાલત થાય છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે
“મારૂં જો માર્ચ ૨” ઈત્યાદિટીકાર્થ-જે માયાયુક્ત પુરુષ માયા કરીને તેની આલેચના કરતું નથી, નિન્દા. ગહીં આદિ કરતું નથી, તપ કર્મ દ્વારા તેની વિશુદ્ધિ કરતો નથી, તેને અંતરાત્મા પશ્ચાત્તાપ રૂપ અગ્નિ વડે પ્રજવલિત થયા કરે છે. તેને અંતરાત્મા કેટલે બધે પ્રજવલિત રહે છે, તે નીચેની ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
જેમ લેઢાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ તાંબાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ સીસાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ ચાંદી કે સેનાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ તલને અથવા તુષને (અનાજના ભૂસાનો) અગ્નિ, અથવા બાણ જેવા છેદવાળા તૃણવિશેષને અગ્નિ, અથવા પર્ણોને અગ્નિ, અથવા જેમ ઇંડિકાલિચ્છ, અથવા ભાંડિકાલિચ્છ, અથવા ગેલિકાલિચ્છ અંદરને અંદર પ્રજવલિત રહે છે, અથવા જેવી રીતે કુંભારના નિભાડાને અગ્નિ અંદરને અંદર પ્રજવલિત થતું રહે છે, અથવા જેમ નળિયાં પકાવવાનું સ્થાન અંદરને અંદર પ્રજવલિત થતું રહે છે, અથવા જેમ ઇટેડને પકવવાનું સ્થાન અંદરને અંદર પ્રજ્વલિત થતું રહે છે, અથવા શેરડીના રસમાંથી ખાંડ. ગળ આદિ બનાવવા માટે તે રસને ઉકાળવા માટે બનાવેલી ભદ્દી કે ચૂલે જેમ અંદરથી પજવલિત થતું રહે છે, અથવા લુહારની ભટ્ટી અંદર અને બહારથી ગરમ ગરમ થઈ જાય છે અને અગ્નિના જેવી લાલચેળ થઈ જાય છે-કિશકના ફુલે જેવી લાલ લાલ થઈ જાય છે, અને તેમાંથી અનેક અગ્નિકણે (તણખાઓ) બહાર ઉડ્યા કરે છે (અહીં “સહસ” પદ પ્રચુર અથવા અનેકના અર્થમાં વપરાયું છે), પ્રચુર અગ્નિ શિખાઓ જેમાંથી ચારે બાજ ફેલાતી રહે છે, એવી લુહારની ભઠ્ઠી જેમ અંદરથી પ્રજવલિત રહ્યા કરે છે, એજ પ્રમાણે માયા રૂપ અતિચારોનું સેવન કર્યા બાદ તે માયીનું અંતઃકરણ પશ્ચાત્તાપ રૂ૫ અગ્નિ વડે અંદરને અંદર પ્રજળ્યા કરે છે. જ્યારે આ માયાચારી અન્ય લોકોને કંઈ પણ કહે છે ત્યારે તેના પિતાના મનમાં જ તેને એવું લાગ્યા કરે છે કે આ લેકે મને માયાચરી જ ગણે છે. કહ્યું પણ છે કે
“નાં ચિમી ગો” ઈત્યાદિ–
માથી પુરુષ સદા શંકિત જ રહે છે, ભયભીત રહે છે અને પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. કોઈ પણ માણસ તેનું અપમાન કરતા સંકેચ અનભતે નથી, સાધુએ તેને આદર કરતા નથી, સી તેને અનાદર જ કરે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧
૦