________________
(૮) સુશ્રામણ્યતા-જેમનું શ્રામણ્ય (ચારિત્ર) પાર્શ્વસ્થ આદિરૂપ દોષાના અભાવથી અને મૂળગુણુ અને ઉત્તર ગુણૈાથી યુક્ત હાવાને કારણે સુદર (પ્રશસ્ત) હાય છે એવા સાધુને સુશ્રમણ કહે છે. તે સાધુમાં રહેલા ગુણુનું નામ સુશ્રામશ્યતા છે. આ સુશ્રામણ્યતાને કારણે પણ જીવ પેાતાની આગામી ભદ્રતાને ચેત્ર પ્રશસ્ત કર્મામાં પ્રવૃત્ત થાય છે.
(૯) પ્રવચનવત્સલતા-દ્વાદશાંગીરૂપ આગમનું નામ પ્રવચન છે. અથવા તેના આધારરૂપ જે સંઘ છે તેનું નામ પ્રવચન છે. આ પ્રવચન પ્રત્યે વત્સલતા હાવી –તેના વિરૂદ્ધના વ્યવહાર કરવાને ખદલે તેના હિતકારી થવું તેનું નામ પ્રવચન વત્સલતા છે. તેને કારણે પણ જીવ પોતાના ભાવિકલ્યાણને ચેાગ્ય પ્રશસ્ત કર્મોનું આચરણ કરે છે.
(૧૦) પ્રવચનેદ્ઘાવનતા-જે જીવ દ્વાદશાંગીરૂપ પ્રવચનની સઘળી વિશિષ્ટતાઓનું પ્રદર્શન કરે છે તેની પ્રભાવના કરે છે–તે જીવના તે શુભ કાર્ય ને પ્રવ ચનેદ્દાવન કહે છે. તે પ્રવચનાદ્ભાવનના જે ભાવ છે તેનું નામ પ્રવચનેદ્ભાવનતા છે. એટલે કે પ્રવચનની પ્રભાવનાનું નામ પ્રવચનેદ્ભાવનતા છે. તેને કારણે પણ જીવ આગામી કાળમાં ભદ્રતા (કલ્યાણુ) સાધવામાં કારણભૂત બને એવાં પ્રશસ્ત કર્મો કરવાને સદા તત્પર રહે છે. આ પ્રકારે અનિદાનતાથી લઇને પ્રવચનેદ્ભાવનતા સુધીના દસ કારાને લીધે જીવ ભાષિભદ્રતા (કલ્યાણુ)ને યાગ્ય શુભપ્રકૃતિ રૂપ કર્માંના આચરણુ માટે કટિબદ્ધ રહે છે, એવે। આ સૂત્રના આશય છે. સૂ. ૬૪ા
ભાવિ ભદ્રતાના (કલ્યાણુના કારણભૂત શુભ પ્રકૃતિરૂપ કનું આચરણ કરતા સાધુઓએ કદી પણ આશંસાપ્રયાગ (ઈચ્છારૂપ મનાવ્યાપાર) કરવે જોઈ એ નહી. હવે સૂત્રકાર માશ સાપ્રયાગના દસ પ્રકારાનુ કથન કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૧