________________
ભદ્રકર્મકારીકે કારણકા નિરૂપણ
આગલા સૂત્રમાં લાન્તક કલ્પના દેવેની જઘન્ય સ્થિતિ પ્રકટ કરવામાં આવી છે. તે લાન્ડક આદિ કલ્પને દેવે પ્રાપ્ત ભદ્રવાળા-પ્રાપ્ત કલ્યાણવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર ભદ્રકારી (કલ્યાણુકારી) કર્મોનાં કારણેનું નિરૂપણ કરે છે–“હિં કાળજું નીવા” ઈત્યાદિ– (સૂ. ૬૪)
ટીકાર્થ-જીવ દસ કારણોને લીધે આ મિષ્યદુ ભદ્રતાને માટે–ભાવી કલ્યાણને માટે-કર્મ કરે છે. ભવિષ્યકાળમાં સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા મેક્ષરૂપ અથવા સુદેવત્વરૂપ અને ત્યારબાદ સુમાનુષની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ કલ્યાણની જેને પ્રાપ્તિ થવાની હોય છે, એવા જીવને “આગમિષ્યદુભદ્રજીવ” કહે છે, અને તેને જે ભાવ છે તેનું નામ આગમિબદ્ ભદ્રતા છે. આ ભદ્રતાને માટે–આ ભાવિકલ્યાણને માટે જીવ નિદાન આદિ બંધરહિત થઈને શુભ પ્રકૃતિ રૂપ કર્મ સારામાં સારી રીતે કરે છે. તે દસ કારણે નીચે પ્રમાણે છે–
(૧) અનિદાનતા-આનંદ રસથી મિશ્રિત, અને મોક્ષરૂપ ફલની પ્રાપ્તિ કરાવનારી એવી જ્ઞાનાદિની આરાધના રૂપલતા જેના દ્વારા છેદાઈ જાય છે તે પ્રાર્થના અથવા નિયાણાનું નામ નિદાન છે. જેમ કે જ્ઞાનાદિની આરાધના કરનારે કઈ જીવ નિયાણું બાંધે કે મારા તપના પ્રભાવથી મને ચકવર્તી પદની પ્રાપ્તિ થાય અથવા દેવેન્દ્રોની સમૃદ્ધિની મને સંપ્રાપ્તિ થાય, તે આ પ્રકારના તેના નિદાન દ્વારા તે મેક્ષમાર્ગની પ્રાપ્તિ કરવાને બદલે સંસારમાં અટવાયા કરે છે
જે જીવમાં આ પ્રકારના નિદાનને અભાવ હોય છે તે જીવને અનિદાનતાવાળે જીવ કહે છે. એટલે કે નિદાન રહિતતાના ભાવને અનિદાનતા કહે છે આ નિદાન રહિતતાપૂર્વક પ્રશસ્ત કર્મનું સેવન કરીને જીવ ભવિષ્યમાં ભદ્રતાકલ્યાણની પ્રાપ્તિ કરે છે. આ રીતે અનિદાનતારૂપ કારણ પણ તેના ભાવિ કલ્યા હનું સાધક બને છે.
(૨) દષ્ટિસંપન્નતા-સમ્યગ્દષ્ટિને દૃષ્ટિ કહે છે. આ સમ્યગુદષ્ટિથી યુકત જે જીવ હોય છે તેને દષ્ટિસંપન્ન કહે છે. આ દષ્ટિસંપન્ન જે ભાવ છે તેનું નામ દષ્ટિસંપન્નતા છે. આ દષ્ટિસંપન્નતાને કારણે પણ જીવ પોતાની ભાવિ ભદ્રતાને નિમિત્તે શુભકર્મનું આચરણ કરે છે. આ રીતે દષ્ટિસંપન્નતા પણ ભાવિકલ્યાણ સાધવાનું કારણભૂત બને છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૯