________________
પરંતુ એવા છવાસ્થની વાત અહીં કરવામાં આવી નથી, કારણ કે અવધિજ્ઞાની ૩૫ છઘસ્થ પરમાણુપુદગલને, શબદને, ગંધને અને વાયુને સાક્ષાત્ રૂપે જાણે છે.
શંકા–અહીં સૂત્રમાં “સર્વભાવે (સાક્ષાતરૂપે)” પદ આવ્યું છે. જે તે પદને અર્થ “સર્વ પર્યાયની અપેક્ષાએ” એ માનવામાં આવે તે એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની પણ પરમાણુ આદિ પુદ્ગલેને સર્વભાવે (સવ પર્યાયની અપેક્ષાએ) જાણતા નથી. આ પ્રકારે વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીને પણ છવાસ્થ જીવ તરીકે ગ્રહણ કરવાને નિષેધ આ૫ શા કારણે કરે છે? તેમને પણ છદ્મસ્થ જી જ કહેવામાં શો વાંધો આવે છે?
ઉત્તર-જે તેમને પણ છદ્મસ્થ માની લેવામાં આવે, તો એવું માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે કે છઘસ્થ જીવ અશરીર પ્રતિબદ્ધ જીવને સર્વ પર્યાયની અપેક્ષાઓ જાણત અને દેખતે નથી, પરંતુ તે શારીર–પ્રતિબદ્ધવને તે સર્વ પર્યાયની અપેક્ષાએ જાણે છે અને દેખે છે. જે આ પ્રકારનો અર્થ સ્વીકારવામાં આવે તે પણ આપની જે માન્યતા છે તે સિદ્ધ થતી નથી કારણ કે અવધિઅને મન:પર્યવજ્ઞાનીરૂપ છદ્મસ્થ જીવ (સાધુ) શરીર પ્રતિબદ્ધ જીવને સર્વપર્યાયની અપેક્ષાએ જણત અને દેખતો નથી. તેથી “સર્વભાવ” પદને અર્થ
સાક્ષાત્કારરૂપે (સ્પષ્ટરૂપે)” જ થવો જોઈએ નહીં. અવધિજ્ઞાની અને મન પચવજ્ઞાની પુદ્ગલાદિકને સાક્ષાત્ રૂપે (સ્પષ્ટરૂપે) તે જાણતા જ નથી. તેથી છદ્મસ્થ પદ દ્વારા અહીં અવધિજ્ઞાન આદિ જ્ઞાનોથી રહિત જીવ જ ગ્રહણ થ જોઈએ. જો છઘસ્થ તેમને સાક્ષાત્ રૂપે જાણતો નથી, તે તેમને સાક્ષાત્ રૂપે કિણ જાણે છે? આ પ્રશ્નનો જવાબ “બાળ ય” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અહંત જિન કેવલી આ પુદ્ગલાદિ દસે સ્થાનને સાક્ષાત રૂપે જાણી શકે છે અને દેખી શકે છે. એ સૂ. ૬૦ |
જિનપ્રણીત પરોક્ષાર્થ પ્રદર્શક શ્રુતવિશેષકા નિરૂપણ
આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સર્વજ્ઞ જિન (કેવળજ્ઞાની) દસ પ્રકારનાં ઉપર્યુકતભાને સાક્ષાત્ રૂપે જાણે છે અને દેખે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૩