________________
અમૂર્ત અર્થકો જિન હી જાનતે હૈ એસા નિરૂપણ
વેદનારૂપ પદાર્થો અમૂર્ત હોય છે. એવાં અમૂર્ત પદાર્થોને જિનેન્દ્ર ભગવાનો જ જાણી શકે છે-છદ્મસ્થ જીવે તેમને જાણી-દેખી શકતા નથી. એજ વાતને સૂત્રકાર હવે પ્રકટ કરે છે–
ક સારું ઇમળેળ સવમવેળ” ઈત્યાદિ–(સૂ ૬૦) ટીકાર્ય–નીચેનાં દસ સ્થાને છસ્થ સર્વભાવ (પ્રત્યક્ષરૂપે) જાણતે પણ નથી અને દેખતે પણ નથી-(૧ થી ૮) ધમસ્તિકાયથી લઈને વાત પર્યાના આઠ પદાર્થો (૮) અમુક વ્યક્તિ જિન (કેવળી) થશે કે નહી. (૯) અને અમુક વ્યક્તિ સમસ્ત દુઃખને અન્ત કરશે કે નહીં કરે. ૧૦
પરંતુ જેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થઈ ગયું છે એવાં અહત જિનેન્દ્ર ભગવાન ઉપર્યુકત દસે સ્થાને ને જાણે છે અને દેખે છે.
આ સૂત્રમાં અવધિજ્ઞાનથી રહિત મુનિને છઘસ્થ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. એ ધસ્થ મુનિ ધમસ્તિકાય આદિ દસ સ્થાને જાણ–દેખતા નથી. સૂત્રમાં ધર્માસ્તિકાયની પછી જે, “ પાવત ( પર્યત ) પદ વપરાયું છે તેના દ્વારા નીચેનાં છ સ્થાનેને ગ્રહણ કરવામાં આવ્યાં છે–અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીર પ્રતિબદ્ધજીવ, પરમાણુપુદ્ગલ, શબ્દ અને ગંધ. આ રીતે છવસ્થજીવ ધર્માસ્તિકાયથી લઈને શબ્દ પયતના સાત અમૂત પદાર્થોને સાક્ષાત્ રૂપે જાણતા નથી, તથા (૮) કવસ્થ જીવ વાયુને પણ સર્વભાવે-સાક્ષાતરૂપે જાણતા નથી અને દેખતો નથી. (૯) આ માણસ જિન (કેવલી) થશે કે નહીં, આ વાત પણ તે સ્પષ્ટ રૂપે જાણી દેખી શકતા નથી. (૧૦) અમુક માણસ સમસ્ત દુઃખોને –શારીરિક અને માનસિક દુઃખેને નાશકર્તા થશે કે નહીં, એ વાતને પણ છદ્મસ્થ સાધૂ સાક્ષાત્ રૂપે જાણતો નથી અને દેખતે નથી. પરંતુ તે છઘસ્થ જીવ પ્રતજ્ઞાનના પ્રભાવથી આ દસે સ્થાનેને સામાન્યરૂપે તે જાણે જ છે. અહીં એવું સમજવું જોઈએ કે અવધિજ્ઞાની જે કે છવસ્થ જ હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૨