________________
જીવ પિતાની ભૂલ સુધારી લેવાને માટે “તે દુષ્કૃત્ય મિથ્યા , એવી ઉત્કટ ઈચ્છા પ્રકટ કરે છે. તેથી મિથ્યાકારને બીજો નંબર આપવામાં આવ્યો છે. ઈચ્છા કાર અને મિયા દુષ્કત, એ બન્ને ગુરુના વચનને સ્વીકાર કરવાથી જ સંભવી શકે છે. “આપની વાત યથાર્થ છે,” આ પ્રકારે તથાકાર કરવાથી જ ગુરુના વચ નેની સંપૂર્ણતઃ સ્વીકૃતિ થાય છે. તેથી જ મિથ્યાકારને ઉપન્યાસ કર્યા બાદ તથાકારને ઉપન્યાસ કરવામાં આવ્યો છે. ગુરુની અનુજ્ઞા સ્વીકારીને શિષ્ય જ્યારે ઉપાશ્રયની બહાર જાય ત્યારે પણ તેણે ગુરુની આજ્ઞા અવશ્ય લેવી જ જોઈએ એ વાત પ્રકટ કરવા માટે તથાકારનું કથન કર્યા પછી તુરત જ ગુરુપૃચ્છારૂપ આવશ્યકીનું કથન કરવામાં આવ્યું છે. ઉપાશ્રયની બહારનું પોતાનું કાર્ય પતાવીને શિષ્ય જ્યારે ઉપાશ્રયમાં પાછો ફરે ત્યારે નૈષધિ કીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કરે, એ વાતને સૂચિત કરવાને માટે આવશ્યકીનું કથન કરીને પિકીનું કથન કરવામાં આવ્યું છે. શિષ્ય જે કઈ કાર્ય કરે તે ગુરુને પૂછયા વિના ન કરે, પરંતુ ગુરુની આજ્ઞા લઈને કરે, તે પ્રકટ કરવાને માટે નૈધિકીનું કથન કર્યા બાદ આપુચ્છનાનું કથન કરવામાં આવ્યું છે. આપૃચ્છનાનું કથન કરવાનું કારણ એ છે કે કોઈ કાર્ય કરવા માટે ગુરુદેવ અનુમતિ ન આપે, અને શિષ્યને એમ લાગતું હોય કે તે કાર્ય કરવું આવશ્યક છે, તે તેણે ફરીથી ગુરુની અનુમતિ માગવી જોઈએ, તે કાર્ય કેવી રીતે આવશ્યક છે તે ગુરુને સમજાવવું જોઈએ જે ગુરુદેવ તે કાર્ય કરવાની અનુમતિ પ્રદાન કરે તે જ તે કાર્ય કરવું જોઈએ. આ રીતે આપૃછના બાદ જ પ્રતિપુચ્છનાને પ્રસંગ ઉપસ્થિત થતું હોવાથી તેનું કથન આપૃચ્છનાનું કથન કર્યા બાદ કરવામાં આવ્યું છે.
ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને આહારાદિ સામગ્રી લાવ્યા બાદ તે આહારદિ સામગ્રીને ઉપભોગ કરવા માટે સાંગિક સાધુઓને આમંત્રિત કરવા જોઈએ. એજ વાત પ્રકટ કરવાને માટે પ્રતિ૭નાનું કથન કર્યા બાદ છંદનાનું કથન કરવામાં આવ્યું છે. ગ્રહણ કરવામાં આવેલા આહારાદિના વિષયમાં જ આમંત્રણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૨