________________
મિયાકાર-“મેં આ જે અતિચાર (પાપ) કર્યા છે, તે મારા અતિચાર મિથ્યા હે,” આ પ્રકારની જે વિચારધારા મનમાં ઉત્પન્ન થાય છે તેનું નામ મિથ્યાકાર સામાચારી છે. જ્યારે કેઈ અકૃત્યનું (ન કરવા યોગ્ય પાપકર્મનું) સેવન થઈ જાય છે ત્યારે આ મિથ્યાકાર કરવામાં આવે છે. અકૃત્યનું સેવન થઈ જાય ત્યારે તે ભવ્ય જીવ એવો વિચાર કરે છે કે મેં આ જે કાર્ય કર્યું છે તે ભગવાન દ્વારા અનુક્ત હોવાને કારણે એવું કરવાનો નિષેધ હોવાને કારણે-મિથ્યારૂપ છે. છતાં પણ અજ્ઞાન, પ્રમાદ આદિને કારણે તે અકૃત્યનું મારા દ્વારા સેવન થઈ ગયું છે. તેથી મારું આ દુષ્યકૃત્ય મિથ્યા છે. આ પ્રકારે અસક્રિયામાંથી અક૯પનીય કાર્યમાંથી–જે નિવૃત્તિ થાય છે તેનું નામ મિથ્યાકાર છે.
તથાકાર-ગુરુજને દ્વારા જ્યારે સૂત્રનું વ્યાખ્યાન આદિ કરાતું હોય, ત્યારે તેમના કથન સામે કોઈ પણ પ્રકારની દલીલ અથવા વિતક કર્યા વિના એવું કહેવું કે “હે ભગવન્! આપ જે કહે છે તે યથાર્થ જ છે,” તેનું નામ તથાકાર છે. એટલે કે કઈ પણ પ્રકારને વિર્તક કર્યા વિના જ ગુરુની આજ્ઞાન સ્વીકાર કરે તેનું નામ “તથાકાર” છે.
આવશ્વકી-જ્ઞાન આદિન નિમિતે જે ઉપાશ્રયની બહાર જવું પડે તેમ હોય તે ગુરુને એવી વિનંતિ કરવી કે “ આ કાર્ય આવશ્યક છે, તેથી હું જઉં છું” તેનું નામ “આવશ્યકી” છે.
નધિકી-ઉપાશ્રયની બહાર ગયેલે સાધુ પિતાના બહારનું કાર્ય પૂરું કરીને જ્યારે ઉપાશ્રયમાં પાછો ફરે, ત્યારે તેણે બીજા સાધુઓને ઉદ્વેગ આદિ દેશોની નિવૃત્તિને માટે પિતે ઉપાશ્રયમાં આવી જવાની સૂચના આપવી પડે છે અને હવે તેને બહારનું કોઈ કામ બાકી રહ્યું નથી એવું જે કહેવું પડે છે તેનું નામ નૈધિકી છે.
આકચ્છના–“હે ભગવન્! હું આ કાર્ય કરું છું,” આ પ્રકારે ગુરુની અનુજ્ઞા લઈને કામ કરવું તેનું નામ આપ્રચ્છના છે.
પ્રતિપ્રછા-કોઈ કાર્ય કરવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવી હોય અને ગુરુ દ્વારા તે માટે આજ્ઞા દેવામાં ન આવી હોય તે થેડી વાર થંભી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૩૦