________________
આ ગાથામાં વપરાયેલા “સર્વભાવ” પદ દ્વારા એ સૂચિત થાય છે કે નિરવશેષ પ્રત્યાખ્યાનમાં ચાર પ્રકારના આહારને મન વચન અને કાયાથી પરિત્યાગ કરવો પડે છે તથા ચૌવિહાર તપસ્યા કરવી પડે છે.
સંકેત પ્રત્યાખ્યાન-કેત” એટલે “ચિહ્ન” જે પ્રત્યાખ્યાન અંગુષ, મુષ્ટિ, ન્જિ, ગૃહ આદિ રૂપ ચિહ્નથી યુક્ત હોય છે તે પ્રત્યાખ્યાનનું નામ સંકેત પ્રત્યાખ્યાન છે. કહ્યું પણ છે કે–“ચંદ્ર મુ િહી ઘર” ઈત્યાદિ. વેદ એટલે પરસેવે. સ્તિબુ એટલે જળબિન્દુ, તથા તિક એટલે દીપને પ્રકાશ. આ પ્રત્યાખ્યાન અભિગ્રહ વિષયક હોય છે.
અદ્ધા પ્રત્યાખ્યાન-પૌરુષી (પ્રહર) આદિરૂપ કાળને અનુલક્ષીને જે પ્રત્યાખ્યાન થાય છે તે પ્રત્યાખ્યાનને અદ્ધા પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે
“ગધ્રા પંચરણા” ઈત્યાદિ. આ પ્રમાણે દસ પ્રકારના જ પ્રત્યાખ્યાન હોય છે. આ દસ પ્રકારના અધિક પ્રકારના પ્રત્યાખ્યાન હોતા નથી. અહીં “a” પદ અવધારણાર્થે વપરાયું છે. | સૂત્ર ૫૩ છે ટીકાર્થ–આગલા સૂત્રમાં દસ પ્રકાર કરતાં પ્રત્યાખ્યાનોનું નિરૂપણ કરવામાં આવ્યું. પ્રત્યાખ્યાન સાધુસામાચારી રૂપ હોવાથી હવે સૂત્રકાર દસ પ્રકારની સાધુ સામાચારીનું કથન કરે છે- “સુવિહા મારા Tomar” ઈત્યાદિ–(ફૂ. ૫૪).
દશ પ્રકારકી સામાચારીકા નિરૂપણ
સામાચારી દસ પ્રકારની કહી છે. શિષ્યજને દ્વારા આચરિત જે કિયા કલાપ છે તેનું નામ સમાચાર છે તે સમાચારયુક્ત કિયાનું નામ સામાચારી છે. તેના નીચે પ્રમાણે દશ પ્રકાર કહ્યા છે.(૧) ઈચ્છા (ઈચ્છાકાર) (૨) મિચ્યા (મિથ્યા કાર), (૩) તથાકાર, (૪) આવશ્યક, (૫)નષેધિકી, (૬) આપ૭ના, (૭) પ્રતિપૃચ્છા, (૮) ઇન્દના, (૯) નિમંત્રણ અને ઉપસંપતુ ત્રીજા પ્રકારની સામાચરીમાં જેમતથાની સાથે કાર શબ્દ જોડવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઈછા અને મિથ્યા પદ સાથે પણ કાર શબ્દ લગાડવું જોઈએ, કારણ કે ઈચ્છા, મિથ્યા અને તથા, આ ત્રણે પદેને દ્વદ્ધસમાસ બન્યું છે. એ નિયમ છે કે દ્વન્દ સમાસમાં જે શબ્દ આદિ કે અન્તમાં આવે છે, તે શબ્દને સમાસના દરેક શબ્દની સાથે લગા ડ પડે છે આ નિયમ પ્રમાણે ઈચ્છાકાર, મિથ્યાકાર અને તથાકાર પદે બને છે.
ઈચ્છાકાર–જે સામાચારીમાં જબર્દસ્તી (જેર તલબી) કર્યા વિના જાતે જ ઈચ્છા કરાય છે તે સામાચારીનું નામ ઇચ્છાકાર છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૨૯