________________
દશ પ્રકારકે પ્રત્યાખ્યાનકા નિરૂપણ
સંખ્યાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પ્રત્યાખ્યાનસંખ્યાનું (પ્રત્યાખ્યાનના પ્રકારનું નિરૂપણ કરે છે–
વિ પચવાગે પૂછા” ઈત્યાદિ–(ફૂ. ૫૩) ટીકાર્થ-પ્રત્યાખ્યાનનાનીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે -(૧) અનાગત, (૨) અતિ. કાન્ત, (૩) કોટીસહિત, (૪) નિયંત્રિત, (૫) સાકાર, (૬) અનાકાર, (૭) પરિ. માણકૃત, (૮) નિરવશેષ, (૯) સકેત અને (૧૦) અદ્ધાપ્રત્યાખ્યાન.
પ્રતિકૂળ રૂપે મર્યાદા અનુસાર ગુર્નાદિકની સમીપે કથન કરવું તેનું નામ પ્રત્યાખ્યાન છે. તેને નિવર્તન પણ કહે છે. તેના દસ પ્રકારે કહ્યા છે હવે આ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
અનાગત પ્રત્યાખ્યાન-ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય હોય તે પ્રત્યાખ્યાન વર્તમાનકાળે જ કરી લેવામાં આવે, તે તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાનમાં પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ એવો વિચાર કરે છે કે પર્યુષણાદિ કાળમાં આચાર્ય આદિની વૈયાવચ કરવાની હોવાથી પ્રત્યાખ્યાનમાં અંતરાય નડી શકે છે તેથી આ પ્રત્યાખ્યાન ૩૫ તપ પર્યુષણ પહેલાં જ કરી લેવું જોઈએ આ પ્રકારના વિચારથી પ્રેરાઈને વ્યક્તિ અમુક નિશ્ચિત સમય કરતાં અગા ઉના સમયે જે પ્રત્યાખ્યાન ધારણ કરે છે તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે-- “ શ્રી પwોસવ” ઇત્યાદિ
અતિકાત પ્રત્યાખ્યાન-વર્તમાનકાળે કરવા ગ્ય પ્રત્યાખ્યાન ભવિષ્યમાં કરવામાં આવે-કાળ અતિક્રાન્ત (વ્યતીત) થયા બાદ કરવામાં આવે, તે તે પ્રત્યાખ્યાનને અતિકાન્ત પ્રત્યાખ્યાન કહે છે. પર્યુષણદિકાળમાં આચાર્ય આદિનું વૈયાવચ કરવાનું હોય છે. તે કારણે પ્રત્યાખ્યાનમાં અન્તરાય નડવાને સંભવ રહે છે. આ પ્રકારને વિચાર કરીને પર્યુષણાદિકાળે ધારણ કરવા ચગ્ય પ્રત્યાખાનને પર્યુષણ વ્યતીત થઈ ગયા બાદ ધારણ કરવામાં આવે, તે તે પ્રત્યાખ્યાનને અતિકાન્ત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે
“પુસવMIણ ત” ઈત્યાદિ
કેટિસહિત પ્રત્યાખ્યાન-એક તપસ્યા પૂરી થયા બાદ તુરત જ બીજી તપસ્યાનો પ્રારંભ કરવો તેનું નામ કેટિસહિત પ્રત્યાખ્યાન છે. જેમ કે કઈ તપસ્વીએ પહેલાં ચતુર્ણાદિની (એક ઉપવાસ આદિની) તપસ્યા કરી. તે તપસ્યાની સમાપ્તિ થતાં જ તેણે દ્વિતીય ચતુર્થાદિની તપસ્યાને પ્રારંભ કરી દીધો. તો તેણે કેટસહિત પ્રત્યાખ્યાન કર્યા ગણાય. અહી પહેલાં તપસ્યાને જે અન્ત છે તેને એક કોટિ કહેવાય છે અને બીજી તપસ્યાના પ્રારંભને બીજી કોટિ કહેવાય છે. આ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨ ૭