________________
અભવ્ય જીવમાં જે મિથ્યાત્વ આદિ દોષને સદુભાવ હોય છે તે નિત્ય દેષરૂપ હોય છે, કારણ કે તેમનું તે મિથ્યાત્વ અનાદિ અનંતરૂપ હોય છે. તેથી આ દેષને સામાન્ય કરતાં અધિકદ્દેષરૂપ ગણી શકાય છે અથવા
જે તેની સંસ્કૃત છાયા સાતમી વિભક્તિવાળું “નિત્યે પદ લેવામાં આવે તે તેને અર્થ આ પ્રમાણે થાય છે–
જે પદાર્થ સર્વથા નિત્ય હોય છે. એવી માન્યતા સ્વીકારવામાં આવે તે તેમાં બાલ્યાવસ્થા, આદિ અવસ્થાઓને અભાવ હોવા રૂપ દેષની સંભાવના રહે છે. આ નિત્યદેષ સામાન્યની અપેક્ષાએ વિશેષ દોષ રૂપ છે.
અધિકદેષ-આ દેષ ત્યારે થાય છે કે જ્યારે વાદ કરતી વખતે અન્યને સમજાવવાને માટે દૃષ્ટાન્ત નિગમન આદિને પ્રયોગ કરવામાં આવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-વાદમાં પ્રતિજ્ઞા હેતુ એ બેને જ અનમાનના અંગ રૂપ માનવામાં આવેલ છે–ઉદાહરણ આદિને અનુમાનના અંગરૂપ માનવામાં આવતાં નથી. તેથી તે બે સિવાયના ઉદાહરણાદિકના પ્રયોગને અધિકદોષરૂપ માનવામાં આવેલ છે, કારણ કે પ્રતિજ્ઞા હેતુ વડે જ વક્તવ્યતાના અર્થને બાધ થઈ જાય છે. તેથી દૃષ્ટાન્ત આદિની વાદમાં આવશ્યકતા રહેતી નથી. છતાં પણ તેને જે પ્રયોગ કરવામાં આવે તે તેને દોષરૂપ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે—“Hિળવળ સિદ્ધ જેવ” ઇત્યાદિ
જિનેન્દ્ર ભગવાનનાં વચનમાં સ્વતપ્રમાણુતા છે. છતાં પણ કયારેક તેમનાં વચનોની સત્યતાને સિદ્ધ કરવાને માટે ઉદાહરણદિને પ્રવેશ કરવામાં આવે છે અને શ્રોતાજનોને આ વાત સમજાવવા માટે હેતુને પણ પ્રયોગ કરવામાં આવે છે, અને પાંચ અવયવોને પણ પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકારને જે દેષ છે તે દોષસામાન્ય કરતાં વિશેષરૂપ ગણાય છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧ ૩