________________
દોષ, દૂષણ દુર્ગુણ, આ ત્રણે શબ્દો એક જ અર્થને વાચક છે.
તજજાત દેષ–આ બધાં દેશે ગુરુ અને શિષ્યના અથવા વાદી અને પ્રતિવાદીના વાદનો આશ્રય લઈને થતાં હોય છે. તેથી ગુરુ આદિકમાં કુળ, જાતિ આદિની અપેક્ષાએ જે દેષવત્તા હોય છે તેનું નામ તજજાત દેષ છે. અથવા પ્રતિવાદી દ્વારા ઉત્પન્ન થયેલા લોભને કારણે વાદીના મુખ પર જે અચંબાને ભાવ પ્રકટ થાય છે અથવા તેની જવાબ આપવાની શક્તિને જ લેપ થઈ થઈ જાય છે તેનું નામ તજજાતદોષ છે.
મતિભંગ-બુદ્ધિના વિનાશનું નામ મતિભંગ છે. આ મતિભંગને લીધે જે વિસ્મૃતિ આદિ દેષ ઉત્પન્ન થઈ જાય છે, તેને મતિભંગ દેષ કહે છે.
પ્રશાતૃદેષ-વાદી અને પ્રતિવાદીના વાદને જે નિર્ણાયક હોય છે તેને પ્રાશાસ્તા' કહે છે. તે જે દોષયુક્ત હોય અથવા ઉપક્ષક હોય તે તેના દ્વારા પ્રતિવાદીને વિજય પ્રદાન કરાવવારૂપ જે દોષ થાય છે તેને પ્રશાસ્તુદોષ કહે છે. અથવા તે નિર્ણાયક દ્વારા તેને પ્રમેયનું સ્મરણ કરાવી દેવા રૂપ જે દેષ થાય છે તેને પ્રશાસ્તુદોષ કહે છે.
પરિહારષ–જે વસ્તુનું સેવન કરવાનો શાસ્ત્રોએ નિષેધ કર્યો હોય અથવા લોકરૂઢિ દ્વારા જેના સેવનને નિષેધ હોય એવી વસ્તુનું સેવન કરવું તેનું નામ પરિહારદેષ છે. અથવા વાદિ દ્વારા અપાયેલ દૂષણને જે અસમ્યક પરિહાર છે તેનું નામ પરિહાર દોષ છે. જેમ કે-શબ્દને નિત્ય માનનારા મીમાંસકની માન્યતામાં કોઈ બૌદ્ધ મતવાદીએ આ પ્રમાણે દૂષણ (દોષ) બતાવ્યા–“ઘટની જેમ કતક હોવાથી શબ્દ અનિત્ય છે.” ત્યારે મીમાંસક મતવાદીએ તેને આ પ્રમાણે કહ્યું-“હે બૌદ્ધમતવાદી ! તમે શબ્દમાં અનિત્યતાનું પ્રતિપાદન કરવાને માટે કૃતકવાત ” આ હેતુને ઉપન્યાસ કરી રહ્યા છે, તો હું તમને પૂછે છું કે તે કૃતકતા શબ્દમાં શું ઘટગત આવી છે કે શબ્દગત આવી છે એટલે કે ઘટગત કૃતતાને આધારે શબ્દને તમે અનિત્ય સિદ્ધ કરે છે કે શબ્દગત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦ ૬