________________
66
પરીતમિશ્રક-પરીત વિષયક જે સત્યમૃષા વચન છે તેને પરીતમિશ્રક કહે છે. જેમ કે પ્રત્યેક વનસ્પતિના સમૂહને અન્નતકાયિકના અંશથી યુક્ત જોઇને કઈ એવું કહે કે આ બધી પ્રત્યેક વનસ્પતિ છે, તે તે કથનને પરીતમિશ્રક કહેવાય અહ્વામિશ્રક-રાત્રિ અથવા દિવસ રૂપ કાળને મહી અઢા ’” પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અદ્ધારૂપ કાળવિષયક જે સત્યમૃષા વચન છે. તેને અહ્વામિશ્રક કહે છે, જેમ કે દિવસ પૂરા થવાની તૈયારીમાં હ્રાય ત્યારે કોઈની પાસે કોઈ કામની ઝડપ લાવવા માટે એવુ' જે કહેવામાં આવે છે કે તમે ઉતાવળ કરા, રાત પડી ગઈ છે” અથવા રાત્રિ પૂરી થવાની તૈયારી હૈાય ત્યારે એવુ જે કહેવામાં આવે છે કે “ તમે જલ્દી ઊઠી, સૂર્યાય થઈ ગયા છે,” આ પ્રકારના વચનને અદ્ધામિશ્રક કહે છે,
65
અદ્ધાદ્ધ મિશ્રક-રાત્રિ અથવા દિવસને જે એક દેશ (વિભાગ) હોય છે તેનું નામ “ અદ્ધાદ્ધા '' છે. તે અદ્ધદ્ધા વિષયક જે સત્યમૃષારૂપ વચન છે. તેને અદ્ધાદ્ધામિશ્રક કહે છે. જેમ કે પહેલા પ્રહર પૂરા થવાની તૈયારી હાય ત્યારે કામમાં ઉતાવળ કરાવવા માટે કાઇને એવુ` કહેવામાં આવે કે “ તમે ઉતાવળ કરા, બીજો પ્રહર શરૂ થઈ ગયા,” આ પ્રકારના સત્યમૃષા વચનને અદ્ધાદ્વામિશ્રક કહે છે. સૂત્ર ૪૫ ॥
દૃષ્ટિવાદકે નામકા નિરૂપણ
આગલા સૂત્રમાં ભાષાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે.
હવે સમસ્ત ભાષણીય અમાં વ્યાપક જે સત્યભાષારૂપ દૃષ્ટિવાદ છે તેનું કથન પર્યાયની અપેક્ષાએ દશવધ રૂપે કરે છે~~
" दिट्टिवायरस णं दसनामवेज्जा पण्णत्ता ” ઇત્યાદિ(સૂ. ૪) દૃષ્ટિવાદના નીચે પ્રમાણે દસ નામ કહ્યાં છે-(૧) દૃષ્ટિવાદ, (૨) હેતુવાદ, (૩) ભૂતવાદ, (૪) તત્ત્વવાદ, (૫) સમ્યવાદ, (૬) ધર્મવાદ (૭) ભાષાવિચય,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२०२