________________
વિગત મિશ્ર –વિગત વિષય સંબંધી જે સત્યમૃષા વચન છે, તેને વિગત મિશ્રક વચન કહે છે. જેમ કે કઈ ગામમાં ૧૦ કરતાં ઓછી કે વધારે માણસો કોઈ દિવસ મરી ગયા હોય છતાં, તે ગામમાં તે દિવસે ૧૦ માણસો મરી ગયા, એવું કથન કરવું તેને વિગત મિશ્રક વચન કહે છે.
ઉત્પન્નવિગત મિશ્રક–ઉત્પન્ન વિષયક અને વિગત વિષયક જે સત્યમૃષા વચન છે તેને ઉત્પન્ન વિગત મિશ્રક કહે છે. જેમ કે કોઈ નગરમાં ૧૦ થી અધિક કે ઓછાં બાળકનો જન્મ થયે હોય અને ૧૦ થી ન્યૂન અથવા અધિક માણસોનું મૃત્યુ થયું હોય છતાં એવું કહેવું કે “આજે આ ગામમાં ૧૦ બાળકોને જન્મ થયે છે અને ૧૦ માણસેનાં મરણ થયાં છે ”
જીવમિશ્રક-જીવવિષયક જે સત્યમૃષા વચન છે તેને જીવમિશ્રક વચન કહે છે. જેમ કે-ઘણાં જીવિત અને થોડા મૃત (અજીવિત) શંખ, શંખનક આદિને એક માટે ઢગલે જોઈને કોઈ એવું કહે કે-“ અરે, આ જીવરાશિ ઘણી મોટી છે. તો આ પ્રકારનાં વચનને જીવમિશ્રક વચન કહે છે, કારણ કે શંખાદિકની મહારાશિમાં જીવિત શંખાદિ વધારે હોવાથી તેણે આ પ્રકારનો શબ્દપ્રયોગ કર્યો છે. તે મહારાશિમાં જીવન્ત શંખાદિ અધિક હોવાને કારણે સત્યતા પણ છે અને થોડા અજીવન્ત શંખાદિને કારણે મૃષાપનને પણ સદ્ભાવ છે.
જીવાજીવમિશ્રક-જીવ અને અજીવ વિષયક જે સત્યમૃષા વચન છે તેને જીવાજીવમિશ્રક કહે છે. જેમ કે ઉપર્યુક્ત જીવન્ત અને અજીવન્ત શંખ-શંખ નક આદિ રાશિમાં આટલાં મૃત છે એવું નિશ્ચય પૂર્વક પ્રકટ કરવું.
અનન્સમિશ્રક-અનન્ત વિષયક જે સત્યમૃષા વચન છે તેને અનન્સમિશ્રક કહે છે. જેમ કે મૂલક (મૂળા) આદિ અનન્ત કાયને, તેના પીળાં પીળાં પાન સાથે અથવા કેઈ અન્ય વનસ્પતિ સાથે મિશ્રિત થયેલ જોઈને એવું કહેવું કે “આ બધાં અનન્તકાયિક છે. આ પ્રકારના કથનને અનતમિશ્રક કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૧