________________
અને અષ્ટ આગતિકતાને અભાવ કહ્યો છે. એજ વાતને સૂચિત કરવાને માટે સૂત્રકારે અહીં “સેતા જ મારું નથિ ” આ સૂત્રપાઠ મૂક્યા છે અહીં સંમૂર્છાિમ પદના પ્રયોગ દ્વારા સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચે ગૃહીત થયા નથી. કારણ કે તેઓ દેવો અને નારકમાં પણ ઉત્પન્ન થાય છે કે સૂ ૨
આઠ પ્રકારના કર્મોનો ચયાદિ થવાથી જ જીવીને અંડજાદિ રૂપે ઉત્પન્ન થવું પડે છે, તેથી હવે સૂત્રકાર ચયાદિનું આઠ સ્થાનરૂપે નિરૂપણ કરે છે–
કર્મપ્રકૃતિકે ચયાદિકા નિરૂપણ
“નવાળું અHપાડીઓ” ઈત્યાદિ–(ફૂ. ૩) ટીકાઈ–વેએ ભૂતકાળમાં આઠ કર્મપ્રકૃતિઓનું ઉપાર્જન કર્યું છે, વર્તમાન કાળમાં પણ તેઓ તેમનું ઉપાર્જન કરે છે તથા ભવિષ્યમાં પણ તેઓ તેમનું ઉપાર્જન (ચય) કરશે. તે આઠ કર્મપ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે–(૧) જ્ઞાનાવરણય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. આ સામાન્ય સૂત્ર છે. હવે નારકાદિ જીવવિશેની અપેક્ષાએ કથન કરવામાં આવે છે–નારક જીવાએ ભૂતકાળમાં આઠ કર્મ પ્રકૃતિનું ઉપાર્જન કર્યું છે, વર્તમાન કાળે પણ તેઓ તેનું ઉપાર્જન કરે છે. અને ભવિષ્યકાળમાં પણ તેઓ તેનું ઉપાર્જન કરશે. એજ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના જી વિષે પણ સમજવું. વૈમાનિક પર્યન્તના જીવોના વિષયમાં પણ તેઓ તેમનું ઉપાર્જન કરતા હતા, કરે છે, અને કરશે. તેમ સમજવું
जीवाणं अटुकम्मपगडीओ उपरिणसु वा, उपचिणंति वा, उबचिणिस्संति વા ઇ વેર” ચય સૂત્રમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન સામાન્ય છે અને નારકોથી લઈને વૈમાનિક પયેતના જીવોના વિષયમાં ઉપચયને અનુલક્ષીને પણ કરવું જોઈએ. એ જ પ્રમાણે સામાન્ય વિશેષરૂપ બધાદિ સૂત્રોનું પણ કથન કરવું જોઈએ. એજ વાત પ્રકટ કરવાને માટે સૂત્રકારે અહીં સંગ્રહણી ગાથાને આ ઉત્તરાર્ધ ભાગ પ્રકટ કર્યો છે– “ઇલ્વે વિગ ૩વવિજ વંઘ વરિય રદ ળિકા દેવ” આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે સામાન્ય અને વિશેષરૂપે ચયસૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે બમ્પસૂત્ર, ઉદીરણા સૂત્ર, વેદના સવ અને નિર્જરા સૂત્રનું પણ સામાન્ય અને વિશેષરૂપે કથન કરવું જોઈએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫