________________
પઘાત છે. જેમ કે એકલવિહારી સાધુ દ્વારા જે ઉપકરણોનું સેવન કરાયું હોય તે ઉપકરણને અન્ય સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહીં. છતાં એવા સાધુના ઉપકરણે કેઈ સાધુ ગ્રહણ કરે તે તેના ચારિત્રમાં પરિહરણોપઘાતરૂપ અશુદ્ધિ આવી જાય છે. પરંતુ કોઈ સાધુ ગચ્છમાંથી નીકળી જઈને એકાકી વિહાર કરવા લાગ્યા હોય અને પિતાના કર્તવ્યના પાલનમાં પુરતે જાગૃત હોય, દુધ આદિ વિકૃતિઓમાં પ્રતિબદ્ધ ન થયે હોય, એ સાધુ ઘણા લાંબા સમય પછી પિતાના ગચ્છમાં પાછો આવી જાય તે તે સાધુનાં ઉપધિને ગ્રહણ કરવામાં કઈ પણ પ્રકારની અકલ્પનીયતા કહી નથી. કહ્યું પણ છે કે
કાળ ગધ્વદિવાળ” ઈત્યાદિ.
વસતિ (ઉપાશ્રય) સંબંધી પરિહરણ પધ ત આ પ્રકારને છે-કઈ સાધુ કઈ વસતિમાં એક માસ પર્યંતને શેષકાળ વ્યતીત કરે અને ત્યાર બાદ પણ ત્યાં જ રહેવાનું ચાલુ રાખે તે તે વસતિ કાલાતિકાન્તષથી દૂષિત થાય છે.
વર્ષાકાળના ચાર માસ પૂરા થયા બાદ પણ જો સાધુ એજ વસતિમાં રહે ત્યાંથી વિહાર ન કરે-તે તે વસતિ પણ કાલાતિકાત દેષથી દૂષિત થાય છે. જે સાધુ કેઈ ઉપાશ્રયમાં વર્ષાકાળના ચાર માસ સુધી રહે અથવા શેષકાળના એક માસ સુધી રહે અને ત્યાર બાદ ત્યાંથી વિહાર કરીને ઉપર્યુક્ત સમય કરતાં બમણે સમય વ્યતીત થયા પહેલાં એજ સ્થાનમાં આવીને ઉતરે, તે વસતિ (ઉપાશ્રય) ઉપસ્થાન દેષથી દૂષિત થાય છે. કહ્યું પણ છે કે-૩૪ વાર સમા ઈત્યાદિ–તથા–આહારને પરિહરણ પઘાત પરિઝાપના કરનારને લાગે છે. કહ્યું પણ છે કે –“વિશિહિદ્ય વિશિમૉએ ઈત્યાદિ– નિહા” આ પદનો અર્થ ત્યાગ છે. ગુરુ દ્વારા શિષ્યને અશનાદિનું પરિષ્ઠાપન (પરઠવાની ક્રિયા) કરવાનું કામ સોંપાયું હોય. જે તે શિષ્ય તે અશનાદિનું વિધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯ ૨