________________
પ્રાસુક જળની દુર્લભતા હોવી તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ આપત્તિ કહેવાય છે, માર્ગમાં રહેવું પડે તે ક્ષેત્રની અપેક્ષાએ આપત્તિ કહેવાય છે. દુભિક્ષતા (દુષ્કાળ) રૂપ આપત્તિને કાળની અપેક્ષાએ આપત્તિ કહી શકાય અને ગ્લાનતા. (બીમારી)ને ભાવની અપેક્ષાએ આપત્તિ ગણાય. કહ્યું પણ છે કે-“ હું મને રવ્યિા મયથી તિ” દ્રવ્યાદિના અલાભ આદિરૂપ ચાર પ્રકારની આપત્તિ હોય છે.”
(૬) શંકિતપ્રતિસેવના-આહારાદિની એષણીયતાના વિષયમાં અનેકણીયતા રૂપ સંદેહ હોવા છતાં તે આહારદિની એષણયતારૂપ સંદેહ હોવા છતાં તે આહા રાદિનું સેવન કરવારૂપ જે પ્રતિસેવના છે તેને શક્તિપ્રતિસેવના કહે છે. કહ્યું પણ છે કે “સવજો”
(૭) સહસાકારપ્રતિસેવના-અકસ્માત કરે તેનું નામ સહસાકાર છે આ પ્રકારે અકસ્માત થવાનું કારણ વધુ પડતી ઉતાવળ અને સાવધાનીનો અભાવ હોય છે. અકસ્માત થાય એવી પ્રવૃત્તિ કરવી તેનું નામ સહસાકારપ્રતિસેવના છે. સહસાકારનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે–“ પુષ્ય ગારિળ ” ઈત્યાદિ.
(૮) ભયપ્રતિસેવના-રાજા આદિના ભયથી જે માર્ગ આદિના પ્રદર્શનરૂપ પ્રતિસેવના થાય છે તેનું નામ ભયપ્રતિસેવના થાય છે. અથવા–સિંહ આદિને ભયથી જે જલદી જલદી ચાલવાનું થાય છે તેનું નામ ભયપ્રતિસેવના છે. કહ્યું પણ છે કે-“મયમણિ સમાવ”
(૯) પ્રષિપતિસેવના-ક્રોધાદિ કષાયને વશ થઈને જે પ્રતિસેવના થાય છે તેને પ્રદ્વેષ પ્રતિસેવના કહે છે. અહીં પ્રદેષ પદ વડે ક્રોધ વિગેરે કાને ગ્રહણ કરવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે-“જોરૂકો ઘણો ઈત્યાદિ.
(૧૦) વિમર્ષ પ્રતિસેવના-શિષ્ય વિગેરેની પરીક્ષા કરવા નિમિત્તે જે ભક વચનનું ઉચ્ચારણ થાય છે, તેને વિમર્શ કહે છે. આ પ્રકારના વિમર્શની પ્રતિસેવનાનું નામ વિમર્શ પ્રતિસેવના છે.
આ પ્રકારનાં વિમર્શ વચનો-પ્રતિક્ષોભક વચને-“આ શિષ્ય ક્ષેભ પામે છે કે નહી એ વાતની કસોટી કરવા માટે વપરાય છે. કહ્યું પણ છે કે“કોમના માર્ગ” આ સૂ ૩૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૭૯