________________
તે પુરુષની એવી ભાવના રહે છે કે “મારા દ્વારા કેઈ પણ જીવને સહેજ પણ દુખ પહોંચવું જોઈએ નહી, પરંતુ મારા દ્વારા સૌનું ભલું જ થવું જોઈએ.”
(૩) મેધાવી પુરુષ જાત-ધારણાવાળી બુદ્ધિનું નામ મેધા છે. એવી બુદ્ધિથી જે પુરુષ યુક્ત હોય છે તેને મેધાવી પુરુષ કહે છે. અથવા મર્યાદાને અનુકૂલ પિતાની પ્રત્યેક પ્રવૃત્તિ ચલાવનાર જે પુરુષ છે તેને મેધાવી પુરુષ કહે છે. એવા મેધાવી પુરુષ વિશેષને મેધાવી પુરુષ જાત કહે છે.
(૪) બહેશ્રત પુરુષ જાત–સૂત્ર અને અર્થની અપેક્ષાએ જે આગમને વિશેષ જ્ઞાતા હોય છે તેને બહુશ્રુત કહે છે. એ બહુશ્રત અધિકમાં અધિક દસ પૂર્ણ કરતાં સહેજ ન્યૂન કૃતને અને ઓછામાં ઓછે નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યન્તને જ્ઞાતા હોય છે,
(૫) શકિતમાન–તપ આદિ રૂપ પાંચ સામર્થ્યથી જે પુરુષ વિશેષ યુક્ત હોય છે, તેને શક્તિમાન કહે છે. કહ્યું પણ છે કે –
“વેળ ન કુળ” ઈત્યાદિ–
જે સાધુ જિનક૯૫ પ્રતિમારૂપ એકલવિહાર કરવા માગતે હેય, તે તપ, સત્વ, સૂત્ર, એકત્વ અને બલથી સંપન્ન હવે જોઈએ એટલે કે પ્રખર તપસ્વી, દઢ સવધારી, સૂત્રને પ્રખર જ્ઞાતા, અને શારીરિક બળથી યુક્ત હોય એવા પુરુષને જ શક્તિમાન કહે છે અને એવો જ એકલ વિહાર કરવાને પાત્ર ગણાય છે.
(૬) અષાધિકરણ–જે પુરુષમાં કલહ કરવાને સ્વભાવ હોતો નથી, એવા પુરુષને અલ પાધિકરણ સંપન્ન કહે છે. અહી અપપદ અવિદ્યમાનના અર્થનું દ્યોતક છે.
(૭) ધતિમાન–જે પુરુષ વિશેષ રતિ અરતિ, અનુકૂળ અને પ્રતિકૂળ, પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાને સમર્થ હોય છે-વૈર્યપૂર્વક તેમને સહન કરવાની ક્ષમતા ધરાવતું હોય છે, એવા પુરુષવિશેષને જ ઘતિમાન કહે છે.
(૮) વીર્ય સંપન્ન—ઉત્સાહની અધિકતા હેવી તેનું નામ વીર્ય છે. આ વીર્યથી જે પુરુષ યુક્ત હોય છે તેને વીર્ય સંપન્ન કહે છે. એટલે કે વજ ઋષભ નારાચ સંહનનવાળે પુરુષ આ પ્રકારના વીર્યથી સંપન્ન હોય છે.
ઉપર્યુક્ત આઠ ગુણોથી સંપન્ન મુનિ જ એકલવિહાર કરી શકે છે. અહીં પહેલા ચાર સ્થાનમાં પુરુષજાત શબ્દ વપરાય છે, બે કીના ચાર સ્થાનમાં પણ તે શબ્દને ત્યાગ કરી લેવું જોઈએ. અહીં ગુણ અને ગુણીમાં અભેદ માનીને ગુણને જ ગુણરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ સૂ. ૧ |
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫