________________
આઠ સ્થાનકા વિષય વિવરણ
આઠમા સ્થાનના પહેલા દિશાનો પ્રારંભ સાતમાં સ્થાનનું નિરૂપણ પૂરું કરીને હવે સૂત્રકાર ક્રમ પ્રાપ્ત આઠમાં સ્થાનની શરૂઆત કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“અહિં કા”િ ઇત્યાદિ. આ સૂત્રને આગલા સ્થાનના દેલા સૂત્ર સાથે આ પ્રકારને સંબંધ
–આગલા સ્થાનના છેલા સૂત્રમાં યુગલોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે પદુશલે વડે જ કર્મ બને છે અથવા તે પુદ્ગલે કમરૂપ પણ હોય છે. પ્રતિમાયુક્ત (અભિગ્રહધારી) મુનિ વડે તે કર્મરૂપ પુત્રની નિર્જરા વિશેષ રૂપે થાય છે. તેથી હવે સૂત્રકાર એકલવિહાર પ્રતિમાને યોગ્ય પુરુષનું નિરૂપણ કરે છે-“ પ્ર૬િ સનેહિં સં ” ઈત્યાદિ–સુ. ૧)
એકલવિહારી સાધુકે સ્વરૂપના વર્ણન
ટીકાથ– ગઝૂછું હાર્દિ સપનેઇત્યાદિ
આઠ સ્થાનેથી ( ગુણેથી) યુક્ત અણગાર એકલ વિહાર પ્રતિમાથી યુક્ત થઈને એકલ વિહાર કરવાને યોગ્ય બને છે. આ કથનને ભાવાર્થ એ છે કે આઠ ગુણોથી યુક્ત સાધુ જ એકલ વિહાર કરી શકે છે. ગચ્છથીસાધુઓના ગંધથી-અલગ થઈને ગ્રામદિકમાં વિહાર કરે તેનું નામ એકલ વિહાર પ્રતિમા છે. એવી તે એકલવિહાર પ્રતિમા જિનકલ્પ પ્રતિમારૂપ માસિકી આદિ ભિક્ષુપ્રતિમારૂપ હોય છે. જે મુનિ આઠ ગુણોથી સંપન્ન હોય છે. એજ એકલવિહારરૂપ પ્રતિમા (અભિગ્રહ) ને સ્વીકાર કરીને એકલ વિહાર કરવાને પાત્ર ગણાય છે. જે સાધુ આ આઠ ગુણેથી યુક્ત હોતે નથી તે એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરીને એકલવિહાર કરવાને પાત્ર ગણાતું નથી. તે આઠ ગુણ નીચે પ્રમાણે સમજવા
(૧) શ્રદ્ધિ પુરુષ જાત–તત્વ વિષયક શ્રદ્ધાનું નામ શ્રદ્ધિ છે. તેનું બીજુ નામ આસ્તિક્ય (આસ્તિકતા) પણ છે. અથવા અનુષ્ઠાન વિષયક જે પિતાની અભિલાષા છે તેનું નામ શ્રદ્ધી છે. તેનાથી યુક્ત જે પુરુષ હોય છે તેને શ્રદ્ધિ પુરુષ જાત કહે છે. સકલ સુરેન્દ્રો દ્વારા ચલાયમાન કરવામાં આવે તો પણ જે પુરુષ ગૃહીત સમ્યકત્વમાંથી ચલાયમાન થત નથી, પરંતુ મેરુના જેવો અડગ રહે છે, એવા પુરુષને આ ગુણથી સંપન્ન માનવામાં આવે છે. (૨) સરવે પુરવનાતકૂ–જે પુરુષ પોતાના ચારિત્રના નિર્વાહમાં શૂરવીર હોવાને કારણે સત્યવાદી હોય છે, અથવા જે પુરુષ નું ભલુ કરવાને તત્પર રહેતું હોય છે, એવા પુરુષને જ સત્ય પુરુષ જાત કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫