________________
જેમ કે જીવને માટે વપરાતા ચારે સમાનાર્થી શબ્દોને આ પ્રમાણે એકાર્થિકાનુયોગ કરી શકાય–પ્રાણ ધારણ કરનાર હોવાથી તે જીવરૂપ છે, ઉચ્છવાસ આદિ પ્રાણ જીવમાં ક્રિયમાણ હોય છે, તે કારણે પ્રાણરૂપ છે, ત્રણે કાળમા તેને સદ્દભાવ રહે છે-કદી તેને વિચ્છેદ થતું નથી, તે કારણે તેને ભૂત પણ કહે છે. તેની સત્તા વિદ્યમાનતા) કાયમ ટકી રહે છે, તે કારણે તેને સત્ત્વ પણ કહે છે.
કરણાનુગ-કિયાસિદ્ધિમાં જે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધક૨૫) હોય છે તેમને કરણ કહે છે. તે કરણને જે અનુયાગ છે તેનું નામ કરણાનુગ છે. જેમ કે કર્તારૂપ છવદ્રવ્યને જુદી જુદી ક્રિયાઓમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકારરૂપ કરણે સાધકતમ નીવડે છે, કારણ કે તેમનુ ઉપાર્દન કર્યા વિના જીવ કઈ પણ કાર્ય કરી શકતા નથી. આ કારણે જીવ ક્રિયાસિદ્ધિમાં તેઓ અત્યંત આવશ્યક હોવાથી તેમને કરણરૂપ કહ્યાં છે. અથવા-મૃત્તિકા (માટી)રૂપ દ્રવ્ય ઘટ (ઘડા)રૂપ પર્યાયે ઉત્પન્ન થવાને સમર્થ ત્યારે જ બની શકે છે કે જ્યારે તેને કુંભાર, ચક્ર (ચાકડે), ચીવર, દંડ આદિરૂપ કરણેને યેગ મળે છે. તેથી તે વસ્તુઓને ઘટરૂપ દ્રવ્યનાં કરણરૂપ ગણી શકાય. આ પ્રકારનો જે અનુગ ( વિચારણા) છે તેને કરણાનુગ કહે છે.
અર્પિતાનર્પિતરૂપ દ્રવ્યાનુયેગ-દ્રવ્યનું વિશેષિત અવિશેષિતરૂપે જે વ્યાખ્યાન છે તેનું નામ અર્પિતાનર્પિતરૂપ દ્રવ્યાનુયોગ છે. “અર્પિત” શબ્દને અર્થ વિશેષિત થાય છે અને “અનતિ” શબ્દને અર્થ અવિશેષિત થાય છે. જેમ કે –
છવદ્રવ્યની અપેક્ષાએ એ વિચાર કરે કે “છવદ્રવ્ય કેવું છે? સંસારી છે. જે તે સંસારી હોય તે કયા પ્રકારનું સંસારી છે-શું ત્રસરૂપ સંસારી છે કે સ્થાવરરૂપ સંસારી છે? જે તે ત્રસરૂપ સંસારી હોય તે શું દ્વીન્દ્રિયરૂપ છે કે ત્રીન્દ્રિયરૂપ છે, કે ચતુરિન્દ્રિયરૂપ છે, કે પંચેન્દ્રિ રૂપ ત્રસંસારી છે? જે તે પંચેન્દ્રિયરૂપ બસસંસારી હોય તે શું નરરૂપ પંચેન્દ્રિયસંસારી છે, કે કે અન્ય પ્રકારનું પંચેન્દ્રિયસંસારી છે?” ઈત્યાદિ જે વિચારણા છે તે વિશેષિત કથન રૂપ છે, તથા “જીવદ્રવ્ય એવું જે કથન છે તે અવિશેષિત કથન છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૫