________________
ભાવિતાભાષિત-એક દ્રવ્યનું જે ભાવિત અભાવિતરૂપે વ્યાખ્યાન છે, તેનું નામ ભાવિતાભાવિતરૂપ દ્રવ્યાનુયોગ છે. અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત (યુક્ત) થવું–તેના સંસર્ગની અસર થવી તેનું નામ ભાવિત છે, પરંતુ અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત ન થવું તેનું નામ અવાસિત છે. જીવદ્રવ્યને અનુલક્ષીને તેને વિચાર આ પ્રમાણે કરવામાં આવ્યું છે-કેઇ દ્રવ્ય ભાવિતરૂપ હોય છે. તે પ્રશસ્ત ભાવથી પણ ભાવિત (યુક્ત) થાય છે અને અપ્રશસ્ત ભાવથી પણ ભાવિત થાય છે. સંયમી જીવ પ્રશસ્ત ભાવોથી ભાવિત થાય છે અને અસંયમી જીવ અપ્રશસ્ત ભાથી ભાવિત થાય છે પ્રશસ્ત અપ્રશસ્તભાવિતા પણ વમનીય અને અવમ નીચના ભેદથી બે પ્રકારની હોય છે. વમનીયભાવિતા એવી હોય છે કે જેમાં સંસર્ગથી પ્રાપ્ત થયેલા ગુણે અથવા દેશોનું અન્યના સંસર્ગથી વમન (પરિ. ત્યાગ) યઈ જાય છે. તેના કરતાં વિપરીત અવમનીયનું સ્વરૂપ હોય છે.
જે કઈ પણ પ્રકારે કોઈના પણ સસંગથી–વાસિત થતું નથી, કેઈને પણ સંસર્ગની જેના ઉપર બિલકુલ અસર થતી નથી એવાં છવદ્રવ્યને અભાવિત કહે છે. તે “કેરડુંમગ આદિના જેવું હોય છે. જેમ કેરડું મગને ગમે તેટલે પલાળવામાં આવે છતાં પણ તે પિચે પડતું નથી એજ પ્રમાણે અભાવિત જીવદ્રવ્યને પણ સંસર્ગ પ્રાપ્ત ગુણાદિ વડે વાસિત કરી શકાતું નથી. સંસગ કે અસંસર્ગ પ્રાપ્ત ગુણદોષની તેના ઉપર કોઈ અસર થતી નથી. આ પ્રકારને વિચાર ઘટાદિ દ્રવ્યના વિષયમાં પણ કરી લેવો જોઈએ.
બાહ્યબાહ્ય દ્રવ્યાનુયોગ-બાહ્ય અને અબાહ્યરૂપે જે દ્રવ્યને વિચાર કરવામાં આવે છે તેને બાહ્યાબાહ્ય દ્રવ્યાનુગ કહે છે. જેમ કે-છવદ્રવ્ય ચૈતન્ય ધર્મની અપેક્ષાએ આકાશાસ્તિકાય આદિથી ભિન્ન હોવાને કારણે બાહ્ય છે તથા જીવ દ્રવ્ય અમૂર્તાવ રવભાવની અપેક્ષાએ આકાશાસ્તિકાયના જેવું જ હોવાને કારણે અબાહ્ય છે. અથવા-ઘટાદિ દ્રવ્ય દષ્ટિગોચર થતું હોવાને કારણે બાહ્ય છે અને આધ્યાત્મિક હેવાને કારણે કર્મ, ચૈતન્ય આદિ અબાહ્ય છે, એવો બીજો પણ બાહ્ય અબાહ્યરૂપ દ્રવ્યાનુયોગ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૬