________________
સ'ભવી શકે નહી'. એ જ પ્રમાણે ક્રમભાવી પર્યાયને પણ તેમાં સદ્ભાવ ડાય છે. જીવમાં માનુષત્વ, ખાલત્વ આદિ પર્યાયાના સદ્ભાવની પ્રતીતિ તે અવશ્ય થતાં જ હાય છે. આ રીતે ગુણુ અને પર્યાયવાળા હૈાવાને લીધે જીવ દ્રવ્યરૂપ છે, ઈત્યાદિ રૂપ જે વિચારણા છે તેનું નામ જ દ્રવ્યાનુયાગ છે.
માતૃકાનુયે ગ–પ્રવચનપુરુષની ઉત્પાદ, વ્યય અને પ્રૌન્યરૂપ જે પદત્રયી છે તેનું નામ માતૃકા છે. આ માતૃકાના જે અનુયાગ ( વ્યાખ્યાન ) છે, તેનું નામ જ માતૃકાનુયોગ છે. જેમ કે-એવી વિચારણા કરવી કે જીવદ્રવ્ય ઉત્પાદવાળુ છે, કારણ કેખાતત્વ આદિ પર્યાયાના પ્રતિક્ષણ તેમાં ઉત્પાદ થતા રહે છે. જો એવુ ન હૈાત તે વૃદ્ધત્વ આદિ અવસ્થાએની તેમાં પ્રાપ્તિ ન થવાના પ્રસ`ગ પ્રાપ્ત થાત, એજ પ્રમાણે જીવદ્રવ્ય વ્યયવાળુ પણ છે, કારણ કે તેમાં પ્રતિક્ષણ માલ્યા િવ સ્થાઓના વ્યય થતા રહે છે. જો આ પર્યાય ને તેમાં વ્યય થતા ન હોત તે તેમાં તેના નિત્ય રૂપે સદ્ભાવ રહેવાના પ્રસ ́ગ પ્રાપ્ત થાત. એજ પ્રમાણે જીવદ્રવ્ય પ્રૌવ્ય સ્વભાવ વાળું પશુ છે જો તે આ સ્વભાવવાળું ન હેાત તેા ઉત્પાદ સ્વભાવવાળું જ હેવાને કારણે તે ‘અકૃતાભ્યાગમ અને કૃત વિપ્રણાશ ’ આ દોષોની પ્રાપ્તિના પ્રસ`ગવાળુ થઇ જાત, અને તે પ્રકારની પરિસ્થિતિમાં તેમાં પૂર્વ દૃષ્ટ ભાવેાનુ સ્મરણ કરવાની અભિલાષા આદિના અભાવ હોવાના પ્રસ`ગ પ્રાપ્ત થાત. તે કારણે જેટલાં અહિક અને પારલૌકિક કૃત્ય છે તે બધાંના ઉચ્છેદ થવાના પણ પ્રસંગ પ્રાપ્ત થાત. આ પ્રકારે તેમના ઉચ્છેદના પ્રસગ ત્યારે જ પ્રાપ્ત નહીં થાય કે જ્યારે જીવને દ્રવ્યરૂપે ધ્રૌવ્યરૂપ માનવામાં આવશે તેથી જ જીવદ્રવ્યને ધ્રૌવ્યસ્વભાવવાળુ પણ માનવું જ પડશે. આ રીતે જે કારણે જીવ વ્યય અને પ્રૌન્ય ગુણથી યુક્ત છે એજ કારણે તે દ્રવ્યરૂપ છે. આ પ્રકારની જે વિચારણા થાય છે તેનુ નામ માતૃકાનુયોગ છે.
ܕ
એકાથિ કાનુયાગ-જે શબ્દોના અર્થ સમાન હાય છે, તે શબ્દોને એકાર્થિંક શબ્દો કહે છે. આ શબ્દને અનુલક્ષીને જે અનુયાગ (વ્યાખ્યાન ) થાય છે. તેને એકાર્થિ કાનુયાગ કહે છે. જેમ કે-જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ, આ ચારે શબ્દો એક જીવના જ વાચક છે, આ પ્રકારની વિચારણાનું નામ એકાર્થિકાનુયાગ છે. અથવા એકાર્થિક શબ્દોના જે અનુયાગ છે તેનું નામ એકાર્થિ કાનુયાગ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૪