________________
જોઈએ. એટલે કે ચમે પણ દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિક જ છે. એટલે કે અસ્થિ, માંસ, રુધિર અને ચર્મની જયાં ઉપસ્થિતિ (વિદ્યમાનતા) હેય, ત્યાં સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. એટલે જ તેમને અસ્વાધ્યાયના કારણે રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“તોળિયHi ચમં ” ઈત્યાદિ.
ક્ષેત્રની અપેક્ષાએ જે મનુષ્યનું શબ ૧૦૦ હાથ સુધીના અંતરે પડેલું, હોય તે સ્વાધ્યાય કર જોઈએ નહીં. જે તિર્યંચનું કલેવર સાઠ હાથ સુધીના અંતરે પડેલું હોય તે જયાં સુધી તે કલેવરને ત્યાંથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી કાળ અસ્વાધ્યાયકાળ સમજ. કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે જેટલા કાળ સુધી તે નજરે દેખાતું રહે તેટલા કાળ સુધી સવાધ્યાય કરવું જોઈએ નહીં. ભાવની અપેક્ષાએ એટલા સમય પર્યન્ત તે પાઠનું મનમાં પણ પડન કરવું જોઈએ નહીં. મનુષ્યનાં અથિ, માંસ, ચર્મ અને શોણિતને દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિક કહ્યા છે. ક્ષેત્રની અપેક્ષાએ જે તે ૧૦૦ હાથના અંતર સુધીમાં પડેલાં હોય તે સ્વાધ્યાય નહી કરવામાં કારણભૂત બને છે પરંતુ જ્યાં તે અસ્થિ આદિ અસવાદયાયિકો પડયાં હોય તે સ્થાનને પાણીથી ધોઈને સાફ કરી નાખવામાં આવે અથવા તે સ્થાન પર અગ્નિ સળગાવીને શુદ્ધ કરવામાં આવે, તે એવી પરિસ્થિતિમાં તે સ્થાન અસ્વાધ્યાયને ગ્ય રહેતું નથી, પણ સ્વાધ્યાયને યોગ્ય બની જાય છે. અસ્થિ, માંસ, ચર્મ, શેણિત આદિ ચીજો સ્વાધ્યાય કરનાર વ્યકિતથી ૧૦૦ હાથ સુધીને અંતરે હોય તો તેણે સ્વાધ્યાય કર જોઈએ નહીં કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે જેટલા સમય સુધી તે ચીજો ત્યાં પડી હોય, તેટલા સમયને અસ્વાધ્યાયકાળ ગણવો જોઈએ ઉપાશ્રયની સમીપના સાત ઘર સુધીના ક્ષેત્રમાં કોઈ સ્ત્રીએ પુત્રનો જન્મ આપે હોય તે જન્મકાળથી સાત દિવસ સુધીને અસ્વાધ્યાયકાળ સમજ અને જે કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યું હોય તે આઠ દિવસ સુધી અસ્વાધ્યાયકાળ ગણવે. નવમાં દિવસે સ્વાધ્યાય કરી શકાય છે.
અશુચિ સામન્ત-અશુચિ પદાર્થ એટલે મળ, મૂત્ર આદિ અપવિત્ર પદાર્થ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫ ૨