________________
એવાં અશુચિ પદાર્થી સમીપમાં પડેલાં હોય અથવા તેમની દુધના ધ્રાણેન્દ્રિય દ્વારા અનુભવ થતા હોય, તા એવી સ્થિતિમાં પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે.
મશાન સામન્ત-મશાનની સમીપમાં પણ સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. અહ્વીં એવા અથ ગ્રહેણુ કરવાના છે કે જ્યાં સુધી શ્મશાનમાં કોઈ શખના અગ્નિદાહ ચાલુ હોય ત્યાં સુધી-એટલે કે મશાનના અગ્નિ દૃષ્ટિગાચર થતા હોય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઈએ નહી”.
ચન્દ્રોપરાગ-જ્યાં સુધી ચન્દ્રગ્રહણ ચાલુ હાય ત્યાં સુધી પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે. જો ચન્દ્રગ્રહણ વખતે ચન્દ્રના સ્વપગ્રાસ હોય તે તે અવ સ્થામાં ચાર પ્રહર પન્તના અસ્વાધ્યાયકાળ સમજવેા. જો અધિકગ્રાસ હાય તા આઠે પ્રહરપન્તના અસ્વાધ્યાયકાળ સમજવા અને જ્યારે સ ગ્રાસ થયે। હાય ત્યારે માર પ્રહર સુશ્રીના અસ્વાધ્યાય કાળ સમજવે.
સૂર્યાંપરાગ સૂર્ય ગ્રહણ વખતે પણ સ્વાધ્યાયના નિષેધ ફરમાવ્યે છે. અલ્પગ્રાસમાં આઠ, તેથી અધિકમાસમાં ખાર અને સગ્રાસ અવસ્થામાં સેાળ પ્રહરના અસ્વાધ્યાયકાળ સમજવા,
પતન—જયારે કાઈ રાજા આદિનું મરણ થાય ત્યારે પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે, જ્યાં સુધી ખીજા રાજાની વરણી ન થાય ત્યાં સુધીના અસ્વાધ્યાય કાળ આ સ્થિતિમાં સમજવે. એવી જ અન્ય પરિસ્થિતિમાં અસ્વાધ્યાયકાળ કેટલા કહ્યો છે તે અન્ય શાસ્ત્રામાંથી જાણી લેવું.
રાજયુગ્રહ-એ રાજાએ વચ્ચેના યુદ્ધને રાજયુગ્રહ કહે છે. આ રીતે જ્યારે યુદ્ધ ચાલતું હોય, ત્યારે પણ સ્વાઘ્યાય કરવાના નિષેધ ફરમાવ્યેા છે. જે ક્ષેત્રમાં જ્યાં સુધી આ રાજયુગ્રહ ચાલતા હાય ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ ગણવા જોઇએ દસમે અસ્વાધ્યાયકાળ નીચે પ્રમાણે કહ્યો છે
જ્યાં સુધી મનુષ્યનું મૃતશરીર ઉપાશ્રયમાં પડયું હૈાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઇએ નહીં. પરન્તુ જ્યારે ત્યાંથી તે મૃતશરીરને ખહાર લઈ જવામાં આવે છે ત્યારે તે સ્થાન શુદ્ધ થઈ જાય છે; તેથી ત્યાર બાદ સ્વાધ્યાય કરવાના નિષેધ નથી.
અસ્વાધ્યાયકાળના વિષયમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળા પાઠકેાએ અન્યત્ર જોઈ લેવું. ॥ સૂત્ર ૧૪ ૫
સૂત્રમાં પંચેન્દ્રિયના કલેવરને અસ્વાધ્યાયિક રૂપે પ્રકટ કરવામાં આવ્યું હવે પ'ચેન્દ્રિયઆશ્રિત સંયમ અને અસયમનું નિરૂપણ કરવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૩