________________
તિથિએ થાય છે. આ તિથિઓમાં ચન્દ્ર સંધ્યાગત હોય છે, તે કારણે સંધ્યા નજરે પડતી નથી, કારણ કે ત્યારે ચન્દ્રપ્રભા અને સંધ્યાપ્રજાનું મિશ્રણ થઈ જાય છે. આ ચૂપક લેકમાં “બાલચન્દ્રના નામથી પ્રસિદ્ધ છે. ત્યારે રાત્રિના પ્રથમ એક પ્રહર સુધીના સમયને અસવાધ્યાય કાળ કહ્યો છે.
યક્ષદીપ્ત-કઈ એક દિશામાં રહી રહીને જે વિજળી જે પ્રકાશ દેખાય છે તેને યક્ષદીપ્ત કહે છે. જ્યાં સુધી તે પ્રકાશ દેખાયા કરે ત્યાં સુધીના સમયને અસ્વાધ્યાયકાળ કહ્યો છે.
ધૂમિકા–આકાશમાં ધુમાડાના જેવી જે ધૂળ દેખાય છે તેને પ્રેમિકા કહે છે, તે પૂમિકારૂપ રજ જ્યાં સુધી ખર્યા કરતી હોય ત્યાં સુધીના કાળને અસ્વા. ધ્યાય કાળ કહ્યો છે.
મિહિકા-જલકણ સહિતની પૂમિકાને મિહિકા કહે છે. જ્યાં સુધી આ મિહિકાનું અસ્તિત્વ રહે ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ કહ્યો છે. પૂમિકાપાત અને મિહિકાપાત કારતક આદિ ગર્ભ મહિનાઓમાં જ થાય છે.
રજઉઘાત-પવન આદિને કારણે જે ધૂળ આકાશમાં ઊંચે ચડે છે અને આખું આકાશ તેનાથી આચ્છાદિત થઈ જાય છે ત્યારે રજઉદ્દઘાત થયો કહેવાય છે. જ્યાં સુધી તે રજઉદ્દઘાત રહે ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ કહ્યો છે.
આ પ્રમાણે દસ પ્રકારના આન્તરીક્ષિક અસ્વાધ્યાયકાળ કહ્યા છે–
મનુષ્ય અને પંચેન્દ્રિયતિર્યંચના શરીરને ઔદારિક શરીર કહે છે. તે ઔદારિક શરીર વિષયક નીચે બતાવેલી દસ પ્રકારની પરિસ્થિતિમાં સ્વાધ્યાય કરે જોઈએ નહીં એટલે કે દારિક શરીરસંબંધી નીચેનાં કારણે જયારે ઉદ્ભવે તે કાળને અસ્વાધ્યાયકાળ સમજવો-(૬) અસ્થિ, (૨) માંસ, (૩) શેણિત, (૪) અશુચિસામન્ત, (૫) શ્મશાનસામન્ત, (૬) ચોપરાગ, (૭) સૂર્યોપરાગ, (૮) પતન, (૯) રાજયુદ્ધ્રહ અને (૧૦) ઉપાશ્રયસ્યાના દારિક શરીરક.
પંચેન્દ્રિય તિર્યંચોનાં અસ્થિ, માંસ અને શેણિત, આ ત્રણે પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિકે છે. અહીં ઉપલક્ષણથી ચર્મને પણ ગ્રહણ કરવું જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૧