________________
સ્પર્શ પરિણામ-સ્પર્શરૂપ પરિણામને સ્પર્શ પરિણામ કહે છે સ્પર્શના મૃદુ, કઠિન આદિ આઠ પ્રકાર છે, તેથી પશે પરિણામના પણ આઠ પ્રકાર પડે છે.
અગુરુ લઘુપરિણામ-જે દ્રવ્ય ગુરુ સ્વભાવવાળું પણ હતું નથી અને લઘુસ્વભાવવાળું પણ હોતું નથી. એવાં દ્રવ્યને અગુરુલધુરૂપ ગણવામાં આવે છે. ભાષા, મન, કર્મ આદિ રૂપ દ્રવ્ય હોય છે તે અગુરુલઘુરૂપ હોય છે. આ અગુરુલઘુરૂપ જે પરિણામ છે તેનું નામ અગુરુલઘુપરિણામ છે. જે કે અગુરુલઘુને ગુણ માનવામાં આવેલ છે અને ગુણ રૂપ હેવાને લીધે તે દ્રવ્યાશ્રિત હોય છે, પરંતુ અહીં જે દ્રવ્યને અગુરુલઘુ રૂપ કહેવામાં આવ્યું છે તે પરિણામ અને પરિણામી દ્રવ્યમાં અભેદનો ઉપ. ચારની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે. અહીં અગુરુલઘુના ગ્રહણને લીધે તેનાથી વિપરીત જે ગુરુલઘુ પરિણામ છે, તેને પણ ગ્રહણ કરવું જોઈએ. જે દ્રવ્યની ગુરુ દ્રવ્ય રૂપે વિવેક્ષા થાય છે, તે દ્રવ્ય ગુરુ હોય છે અને જે દ્રવ્યની લઘુદ્રવ્ય રૂપે વિવિક્ષા થાય છે, તે દ્રવ્ય લઘુ હોય છે. એવું તે ગુરુલઘુ દ્રવ્ય ઔદ્યારિક આદિ દ્રવ્યરૂપ હોય છે. કારણ કે ગુરુલઘુ દ્રવ્ય સ્કૂલતર હોય છે આ ગુરુલઘુરૂવ જે પરિણામ છે તેને ગુરુલઘુ પરિણામ કહે છે. અહીં પરિણામ અને પરિણામવાળ માં અભેદ સંબંધની અપેક્ષાએ આ પરિણામને ગુરુલઘુપરિણામ કહેવામાં આવ્યું છે. નિશ્ચય નયની માન્યતા પ્રમાણે અગુરુલઘુપરિણામ અને ગુરુલઘુપરિણામરૂપ બે ભેદ પડે છે, છતાં પણ વ્યવહાર નયની માન્યતા અનુસાર તેના ચાર પ્રકાર પડે છે. જેમ કે અધેગમનના સ્વભાવવાળું દ્રવ્ય ગુરુક હેય છે. વદિ દ્રવ્યને આ કારણે ગુરુક કહી શકાય. ઉર્વગમનના સ્વભાવવાળું દ્રય લઘુક હોય છે જેમ કે દીપ શિખાને લઘુક કહી શકાય - ગુરુલઘુ સ્વભાવવાળા દ્રવ્યને ગુરુલઘુક કહે છે જેમ કે તિર્યંગામી વાયુ, તિષ્ક વિમાન આદિ-આકાશ આદિ દ્રવ્ય અગુરુલઘુક હોય છે.
શબ્દપરિણામ-શબ્દરૂપ જે પરિણામ હોય છે તેને શબ્દપરિણામ કહે છે. શબ્દના બે ભેદ પડે છે-(૧) શુભશબ્દ અને (૨) અશુભાદ, તેથી શબ્દપરિણામ ના બે પ્રકાર પડે છે. આ રીતે અજીવપરિણામના દસ પ્રકારનું સ્પષ્ટીકરણ અહીં સમાપ્ત થાય છે. એ સૂત્ર ૧૩ |
પૂર્વસૂત્રમાં અજીવપરિણામનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સૂત્રકાર પુદ્ગલરૂપ અજીવના પરિણામને અને અન્તરીક્ષરૂપ અજીવના પરિણામને આધારે અસ્વાધ્યાયિકનું નિરૂપણ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૯