________________
પ્રયત્નભેદને લઈને પરિણામમાં ભેદ પડી જાય છે. એ વાત તે પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કોઈ ઊંચા મકાનની અગાશીમાં ઊભેલાં અનેક માણસે દ્વારા એક જ સમયે જે અનેક પથ્થર નીચે ફેંકવામાં આવે તો તે પથ્થરે એકી સાથે જમીન પર પડતાં નથી પણ તેમનાં પતનના કાળમાં તફાવત જોવામાં આવે છે. એ જ પ્રમાણે સમતલ ભૂમિ પર ઊભેલાં અનેક માણસો દ્વારા જે પથ્થરો ફેંકવામાં આવે છે તેઓ જે કે એકધારી ગતિથી આગળ વધે છે, છતાં પણ દેશાન્તર પ્રાપ્તિમાં કાળભેદ જોવામાં આવે છે. અથવા-ગુરુ અને લઘુના ભેદથી પણ ગતિ પરિણામ બે પ્રકારનું કહ્યું છે.
સંસ્થાના પરિણામ-સંસ્થાન એટલે આકાર તે આકારના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–પરિમંડલ, વૃત્ત વ્યસ્ત્ર, ચતુરસ્ત અને આયત, આ રીતે સંસ્થાન રૂપ જે પરિણામ છે તેને સંસ્થાનપરિણામ કહે છે.
ભેદપરિણામ-ભેદ રૂપ જે પરિણામ છે તેને ભેદ પરિણામ કહે છે. તે ભેદ પરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહૃાા છે-ખંડભેદ, પ્રતરભેદ, અનુતટ ભેદ, ચૂર્ણભેદ અને ઉરિકાભેદ,
માટીના ઢેફાને ફેકવાથી તેના જે ટુકડે ટુકડા થાય છે તેને ખડભેદ કહે છે. મેઘસમૂહના જે સ્વતઃ (આપમેળે) ટુકડે ટુકડા થઈ જાય છે તેને પ્રતભેદ કહે છે. વાંસ ફાટવાની જે ક્રિયા થાય છે તેને અનુતટભેદ કહે છે, કઈ પણ વસ્તુને તદ્દન ભૂકે થઈ જ તેનું નામ ચૂર્ણભેદ છે. પહાડના ભેદનની જે ક્રિયા થાય છે તેરે ઉત્સરિકા ભેદ કહે છે.
વર્ણ પરિણામ-વર્ણરૂપ જે પરિણામ છે તેને વર્ણ પરિણામ કહે છે. તે વર્ણપરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-કૃષ્ણ, નીલ, પીત, રક્ત અને ત.
ગન્ધપરિણામ-ગન્વરૂપ જે પરિણામ છે તેને ગબ્ધ પરિણામ કહે છે. ગધના બે પ્રકાર છે-(૧) સુરભિ અને (૨) દુરભિ. તેથી ગબ્ધપરિણામના પણ સુરભિ ગપરિણામ અને દુરભિગધપરિણામ નામના બે ભેદ પડે છે.
રસપરિણામ-રસરૂપ જે પરિણામ છે તેને રસપરિણામ કહે છે. રસના મધુરાદિ પાંચ પ્રકાર છે, તેથી રસપરિણામના પણ પાંચ પ્રકાર પડે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૮