________________
દશ પ્રકારકી પ્રવૃજ્યાના નિરૂપણ
“વલવિંહ gવકના પuત્ત” ઈત્યાદિ–(સૂ૯) ટીકાર્થ સાવધ વ્યાપારોથી નિવૃત્ત થવું. સાવદ્ય કૃત્યોને પરિત્યાગ કરે તેનું નામ પ્રવજ્યા છે. તે પ્રવજ્યાને નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) છન્દા, (૨) રોષા, (૩) પરિઘુના, (૪) સ્વમ, (૫) પ્રતિશુતા, (૬) સમારણિકા, (૭) રેગિણિકા, (૮) અનાદતા, (૯) દેવ સંજ્ઞાતિ, અને (૧૦) વત્સાનુબલ્પિકા,
જે પ્રવજ્યા પિતાના અથવા પરકીય અભિપ્રાયને આધારે ધારણ કરાય છે તે પ્રવજ્યાને છન્દા પ્રવ્રજ્યા કહે છે. જેમ કે ભગવાન મહાવીરની સાથે વાદવિવાદ કરવા આવેલા ગૌતમાદિએ જે પ્રવજયા અંગીકાર કરી હતી તે વકીય અભિપ્રાયને કારણે અંગીકાર કરી હતી. ભવદત્તે જે પ્રવ્રયા અંગીકાર કરી હતી તે પિતાના ભાઈના અભિપ્રાયને કારણે અંગીકાર કરી હતી આ રીતે સ્વકીય અથવા પરકીય અભિપ્રાયથી પ્રેરાઈને જે દીક્ષા અંગીકાર કરવામાં આવે છે તેને છન્દી પ્રવજ્યા કહે છે.
(૨) રાષ-રેષને કારણે જે પ્રવજ્યા ધારણ કરાય છે તે પ્રવજ્યાનું નામ રાષાપ્રવ્રયા છે. જેમ કે શિવભૂતિએ રોષને કારણે પ્રવજ્યા અંગીકાર કરી હતી. તેથી તે પ્રવજ્યાને રાષા પ્રત્રજ્યા કહી શકાય.
(૩) પરિઘન એટલે દારિદ્રય. કાકહારકની જેમ જે પ્રવજ્યા દારિદ્રયને કારણે લેવામાં આવે છે તેને પરિઘના પ્રવજ્યા કહે છે.
(૪) કેઈ વિશિષ્ટ સ્વપ્નને કારણે અથવા પુષ્પચૂલાની જેમ સ્વપ્નમાં જે પ્રવજ્યા ધારણ કરવામાં આવે છે તેને સ્વપ્ના પ્રવજ્યા કહે છે.
(૫) શાલિભદ્રના બનેવી ધન્યની જેમ જે પ્રવજ્યા પ્રતિજ્ઞાને કારણે ધારણ કરાય છે તે પ્રવજ્યાને પ્રતિભ્રત પ્રવજ્યા કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૦