________________
(૬) જે પ્રવજ્યા પૂર્વભવ આદિના સ્મરણને કારણે ધારણ કરાય છે તે પ્રવ્રજ્યાને સ્મારણિકા પ્રવજ્યા કહે છે. મલ્લિનાથ ભગવાન દ્વારા જે છ રાજાઓને પૂર્વભવનું સમરણ કરાવવામાં આવ્યું હતું તે રાજાઓની પ્રવ્રયાને સ્મરણિકા પ્રવજ્યા કહી શકાય. (૭) સનકુમારની જેમ જે પ્રવજ્યા રોગને કારણે ગ્રહણ કરાય છે તે પ્રવજ્યાને રોગિણિકા પ્રવ્રજ્યા કહે છે. (૮) નર્દિષેણની જેમ જે પ્રવજ્યા અનાદરને કારણે લેવામાં આવે છે તે પ્રવજ્યાને અનાદતા પ્રવ્રયા કહે છે.
(૯) મેતાય આદિની જેમ જે પ્રવજ્યા દેવકૃત પ્રતિબંધથી પ્રેરાઈને લેવામાં આવે છે તે પ્રવજ્યાને દેવસંજ્ઞપ્તિ પ્રવજયા કહે છે. (૧૦) વર સ્વામીની માતા જેમ જે પ્રવજ્યા પુત્ર પ્રત્યેના નેહને કારણે લેવામાં આવે છે તે પ્રવજ્યાને વત્સાનુબન્ધિપ્રવજ્યા કહે છે. એ સૂત્ર ૯ છે
દશ પ્રકાર શ્રમણધર્મકા નિરૂપણ
પ્રવજ્યાયુકત વ્યક્તિ જ શમણુધર્મની અધિકારી થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર શમણુધર્મોના દસ પ્રકારનું વર્ણન કરે છે.
રવિ કમળપષે વાળ” ઈત્યાદિ–(ફૂ. ૧૦) ટીકાથ-શ્રમણુધર્મ દસ પ્રકારના કહ્યા છે–(૧) ક્ષાન્તિ, (૨) મુક્તિ, (૩) આજ વ, (૪) માઈવ, (૫) લાધવ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્યવાસ.
પોતાની નિન્દા થતી સાંભળવાથી પણ ક્રોધ ન કરે અથવા પિતાનું અહિત કરનાર પ્રત્યે પણ ક્ષમાભાવ રાખે તેનું નામ શાન્તિ છે. બાહ્ય અને આભ્યન્તર વસ્તુઓ પ્રત્યેના લેભને ત્યાગ કરે તેનું નામ મુક્તિ છે. માયા (કપટને ત્યાગ કરે તેનું નામ આર્જવ છે. માનનો પરિત્યાગ કરે તેનું નામ માર્દવ છે. દ્રવ્યની અપેક્ષાએ અલ્પ ઉપાધિ (ઉપકરણો) રાખવી અને ભાવની અપેક્ષાએ ગૌરવત્રિયને ત્યાગ કરવો તેનું નામ લાઘવ છે. સત્ય બોલવું તેનું નામ સત્ય છે. પ્રાણાતિપાત આદિના ત્યાગનું નામ સંયમ છે. આઠ પ્રકારના કર્મોને જે બાળી નાખે છે તેને તપ કહે છે. સાંગિક મુનિઓને આહારાદિ આપવા તેનું નામ બ્રહ્મચર્યવાસ છે. એ સૂત્ર ૧૦ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૧