________________
ટીકાથ-દશ કારણોને લીધે અછિન્ન-અલગ નહીં પડેલું-શરીરમાં અથવા અમુક સ્કધમાં સંબદ્ધ હોય એવું પણ સ્થાનાન્તરમાં જઈ શકે છે. તે દસ કારણે નીચે પ્રમાણે છે
(૧) આહાર રૂપે ગ્રહણ કરાયેલું પુદ્ગલ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૨) જે પરિણમ્યમાન (જઠરાગ્નિ વડે પરિણતિને પામેલું), પદગલ હોય છે તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૩) ઉપસ્યમાન પુદ્ગલ ( જે ઉચ્છવાસના વાયુરૂપ પુદ્ગલ હોય છે તે) પણ
એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૪) નિઃશ્વસ્વમાન યુગલ (નિઃશ્વાસ વાયુરૂપ પુદ્ગલ) પણ એક સ્થાનેથી બીજે સ્થાને ગમન કરી શકે છે. (૫) જે વેદ્યમાન યુગલ (અનુમાન કર્મ પુદગલ) હોય તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૬) જે પગલે નિર્ધમાન હોય છે–એક દેશથી ક્ષીયમાણ હોય છે-તે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૭) જે વિક્રિયમાણ પુદ્ગલ હેય છે-વૈકિય શરીરરૂપ પરિણતિને પામેલું પુદ્ગલ હોય છે, તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૮) જે પરિચાયકાણુ પુદ્ગલ હોય છે, એટલે કે જે મૈથુનક્રિયા દ્વારા જન્ય પુદ્ગલ હોય છે અથવા જે વીર્યરૂપ પુદ્ગલ હોય છે તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૯) યક્ષાવિષ્ટ પુદ્ગલ ભૂતાદિ વડે અધિષિત હોય એવું દૂગલ પણ ચલાયમાન થાય છે એટલે કે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે.
(૧૦) જે પુદ્ગલ વાત પરિણત હોય છે-દેહગત વાયુથી પ્રેરિત હોય છે. તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. એ સૂત્ર ૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૫