________________
ઈભ-હાથીને ઈભ કહે છે. હાથીના વજન જેટલા વજનના દ્રવ્યના જે અધિપતિ હોય છે તેમને ઈભ્ય કહે છે. તેમના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એવાં ત્રણ ભેદ કહ્યા છે. જેમની પાસે હસ્તિપ્રમાણુ મણિ, મતિ, પ્રવાલ, એનું ચાંદી વિગેરે દ્રવ્યને સમૂહ હોય છે, તેને જઘન્ય ઈભ્ય કહે છે. જેમની પાસે હસ્તિપ્રમાણ વ્રજ મણિ અને માણેકની દ્રવ્યરાશિ હોય છે તેમને મધ્યમ ઈભ્ય કહે છે, જેમની પાસે હસ્તિપ્રમાણ વ્રજ (હીર) હોય છે તેમને ઉત્કૃષ્ટ ઈભ્ય કહે છે.
શ્રેણીજેમના ઉપર લક્ષ્મીદેવીની સદા કૃપાદષ્ટિ રહે છે, અને તે કારણે જેમના ઘરમાં લાખ રૂપીયા પડયા હોય છે અને તે કારણે રાજા જેને નગર શેઠની પદવી એનાયત કરે છે, અને નગરશેઠની પદવીને સૂચક સુવર્ણનો પટ્ટબન્યા જેમના મસ્તક ઉપર શુભ હોય છે એવા ભાગ્યશાળી પુરુષને શ્રેષ્ઠી પુરુષ કહે છે.
સેનાપતિ-ગજળ, હયદળ રથદળ અને પાયદળ રૂપ ચતુરંગી સેનાના નાયકને સેનાપતિ કહે છે.
સાર્થવાહ-ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય રૂપ કેય વિકેય વસ્તુઓને લઈને લાભની ઈચછાથી પરદેશમાં તેનું વેચાણ કરવા માટે જનારા જનસમૂહનું યોગક્ષેમ દ્વારા પરિપાલન કરનાર તથા પિતાનું ધન તેમને આપીને તેમને સવર્તિત કરનારને સાર્થવાહ કહે છે. જે વસ્તુને ગણીને વેચવા કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૨૧