________________
અને એકાન્ત કર્મને જાણી શકાશે અને દેખી શકાશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કોઈ પણ વસ્તુ તેમને માટે અય કે અદશ્યનહીં રહે, ત્યાર બાદ જે પદે વપરાયાં છે તેને અર્થ સ્પષ્ટ છે. આ સૂત્રમાં વપરાયેલાં કેટલાંક પદેને અર્થ હવે સમજાવવામાં આવે છે
પૂર્ણભદ્ર દક્ષિણ નિકાયને ઈદ્ર છે અને મણિભદ્ર ઉત્તર નિકાયનો ઈન્દ્ર છે. મહાપદ્મના પુણ્યપ્રભાવને લીધે આ બને ઈન્દ્રો તેની સેનાનું સંચાલન કરશે -શત્રુઓને વશ કરશે.
રાજેશ્વર આદિ જે પદે આ વપરાયાં છે, તે પદોને અર્થ સૂત્રમાં નીચે પ્રમાણે છે–માંડલિક જે હોય છે તેને રાજા કહે છે. ઐશ્વર્ય સંપન્ન વ્યક્તિને ઈશ્વર કહે છે. ઐશ્વર્ય સંપન્ન માંડલિક રાજાને રાજેશ્વર કહે છે.
તલવર-રાજા ખુશી થઈને જેને પટ્ટબન્યપ્રદાન કરે છે, અને તે પટ્ટબન્યથી જે વિભૂષિત હોય છે એવા માણસને તલવર કહે છે.
માડમ્બિક-૫૦૦ ગામના અધિપતિને માડમ્બિક કહે છે અથવા અઢી અઢી કેશને અંતરે વસેલાં ગામોને જે અધિપતિ હોય છે તેને માડમ્બિક કહે છે.
કૌટુમ્બિક-પિતાના કુટુંબનું ભરણપોષણ કરવાના કાર્યમાં લીન રહેનાર માણસને કૌટુમ્બિક કહે છે, અથવા અનેક કુટુંબનું પાલનપોષણ કરનારને કૌટુમ્બિક કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૨૦