________________
કર-ચેષ્ટાઓનું પ્રદર્શન કરવું–તેનું નામ નાટકવિધિ છે. ગદ્ય, પદ્ય, કથા અને ગેયના ભેદથી કાવ્યના ચાર પ્રકાર પડે છે. અથવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ૫ ચતુર્વિધ પુરુષાર્થથી પ્રતિબદ્ધ ગ્રંથરૂપ કાવ્ય હોય છે. અથવા-સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ ભાષા વડે પ્રતિબદ્ધ ગ્રંથરૂપ કાવ્ય હોય છે. સમવૃત્ત, વિષમવૃત્ત, અદ્ધ સમવૃત્ત અને ગદ્યરૂપ ચાર પ્રકારનું કાવ્ય હોય છે. તેની ઉત્પત્તિ શંખમહાનિધિમાં થઈ છે. તથા મૃદંગ આદિ જેટલાં વાદ્યો છે તેમની ઉત્પત્તિ પણ આ શખમહાનિધિમાંથી થઈ હોય છે.
આ પ્રત્યેક મહાનિધિ ચક્રમૂહના અષ્ટકની મધ્યમાં રહેલ હોય છે એટલે કે મધ્યમાં પ્રત્યેક મહ નિધિ હોય છે અને તેની આસપાસ રહેલાં આઠ ચકો તેની રક્ષમા કરતાં હોય છે. આ પ્રત્યેક મહાનિધિ ઊંચાઈ આઠ આઠ જનની હોય છે, પહેળાઈ નવ નવ જનની અને લંબાઈ બાર બાર જનની હોય છે. તેમને આકાર મંજૂષાના જેવો હોય છે. તે મહાનિધિઓ ગંગામહાનદીના ઉદ્ગમ દ્વારામાં હોય છે.
તે નવ મહાનિધિઓ વિર્યમણિએમાંથી બનાવેલાં કપાટે (કમાડે)થી યુક્ત હોય છે. અને કેતન, મરકત, વૈર્ય, વજ, ઈન્દ્રનીલ આદિ વિવિધ રત્નથી પરિપૂર્ણ હોય છે તે મહાનિધિઓ શશિ, સૂર્ય અને ચકના ચિહૂનેથી યુક્ત હોય છે, સમતલ હોય છે અને વિષમતાથી રહિત હોય છે. ધુંસરીના જેવા ગેળ અને લાંબા હોય છે.
આ મહાનિધિઓના અધિનાયક જે દેવે હોય છે. તેમની એક પ. પમની સ્થિતિ હોય છે. તે પ્રત્યેક નિધિના નામ જેવાં જ નામવાળા દેવ વડે. તે પ્રત્યેક મહ નિધિ અધિષિત છે એટલે કે તે મહાનિધિઓની જેવાં જ નામે વાળા દેવે ત્યાં નિવાસ કરે છે. આ મહાનિધિઓ અકેય છે એટલે કે તેઓ એટલા બધા કિમતિ છે કે તેમને ખરીદી લેવાનું કાર્ય કઈ પણ માનવીથી શક્ય બને તેમ નથી. તે મહાનિધિએ સદા દેવતાઓ વડે અધિષ્ઠિત હોવાને કારણે દેના આધિપત્યથી યુક્ત છે.
આ મહાનિધિઓ ઘણા જ ઘાડા છે અને રત્નના સમૂહથી ચક્રવર્તઓની અધીનતા સ્વીકારે છે એટલે કે તેમની ચક્રવતીઓને પ્રાપ્તિ થાય છે. એ સૂત્ર ૧૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫