________________
નવપ્રકારકે વિકૃતિકે નામકા નિરૂપણ
ઉપર્યુક્ત મહાનિધિએ ચિત્તવિકારમાં કારણભૂત બને છે અને દુર્ગતિની પ્રાપ્તિ કરાવે છે આ પ્રકારે અહીં વિકાર અથવા વિકૃતિને પ્રસંગ પ્રાપ્ત થતો હોવાથી હવે સૂત્રકાર તે પ્રકારની વિકૃતિઓનું નિરૂપણ કરે છે–
“જય વિજો પાત્તાગો” ઈત્યાદિ–-(સૂ ૧૫) નવ પ્રકારની વિકૃતિઓ કહી છે. તે નવ પ્રકારે નીચે પ્રમાણે છે –
(૧) લીર, (૨) દધિ, (૩) નવનીત, (૪) સNિ (ઘી), (૫) તેલ, (૬) ગોળ, (૭) મધ, (૮) મદ્ય (સુરા) અને (૯) માંસ.
ઉપર્યુક્ત વસ્તુઓ વિકારકારક હોવાથી વિકારકારક વસ્તુમાં અભેદ માનીને શ્રીરાદિ વસ્તુઓને પણ અહી વિકૃતિરૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
ક્ષીર (દૂધ) રૂપ જે વિકૃતિ છે. તેના પાંચ પ્રકાર કહ્યા છે—
(૧) અજાદુગ્ધ-બકરીનું દૂધ, (૨) મેષ દુગ્ધ-ઘેટીનું દૂધ, (૩) ગેદુગ્ધગાયનું દૂધ, (૪) મહિષીદુગ્ધ -ભેંસનું દૂધ અને (૫) ઉષ્ટ્રદુગ્ધ-સાંઢણીનું દૂધ.
દધિરૂપ (દહીં'રૂ૫) વિકૃતિ, નવનીત (માખણ) રૂપ વિકૃતિ, સપિરૂપ (ઘીરૂપ) વિકૃતિ, આ ત્રણે વિકૃતિઓના ચાર ચાર પ્રકાર કહ્યા છે, કારણ કેઅજા, મેષી, ગાય અને મહિષીના દૂધમાંથી દહીં, માખણ અને ઘી બને છે. તેથી તે ત્રણે વિકૃતિઓના ચાર ચાર પ્રકાર કહ્યા છે. સાંઢણુના દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનતા નથી, તે કારણે આ ત્રણે વિકૃતિઓના પાંચ પ્રકારને બદલે ચાર જ પ્રકાર પડે છે.
તેલરૂપ વિકૃતિના અનેક પ્રકાર પડે છે કારણ કે તલ, મગફળી આદિ અનેક પદાર્થોમાંથી તેલ મળે છે. ગોળરૂપ વિકૃતિના દ્રવ (પ્રવાહી) અને પિંડના ભેદથી બે પ્રકાર પડે છે. મધુ (મધ) રૂપ વિકૃતિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે.(૧) માક્ષિક (મધમાખીઓએ બનાવેલું મધ), (૨) કોતક(...) ? અને ત્રીજું ભ્રામર મધ ( ભમરીઓએ બનાવેલું મધ). કાષ્ટ અને પિષ્ટના ભેદથી મઘ (મદિરા) રૂપ વિકૃતિ બે પ્રકારની કહી છે. માંસરૂપ વિકૃતિ જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. આ પ્રકારની આ નવ વિકૃતિઓ છે. સૂ. ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૮