________________
બકુશ કહે છે. કુશીલ નિર્ચ થના બે પ્રકાર કહ્યા છે--(૧) પ્રતિસેવનાશીલ અને (૨) કષાયકુશીલ.
જેમને પરિગ્રહ પ્રત્યે આસક્તિ નથી, જેઓ મૂળગુણે અને ઉત્તરગુણાનું પાલન કરે છે, છતાં પણ જેએ કયારેક ઉત્તરગુણેની વિરાધના કરી નાખે છે, એવા સાધુઓને પ્રતિસેવનાકુશીલ કહે છે. જે સાધુઓ અન્ય કષા પર વિજય પ્રાપ્ત કરવા છતાં સંજવલન કષાયને આધીન રહે છે, તે સાધુઓને કષાય કુશીલ કહે છે. જેમણે રાગદ્વેષને અભાવ કરી નાખે છે અને અન્તમુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમને નિગ્રંથ કહે છે. જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે એવા નિગ્રંથને સ્નાતક કહે છે.
નિગ્રંથના ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે પ્રત્યેક ભેદના જે પાંચ પાંચ ઉપભેદે પડે છે તેનું કથન કરે છે. “gછા વિરે” ઈત્યાદિ મુલાકના આસેવનાપુલાક અને લબ્ધિપુલાક નામના બે ભેદ કહ્યા છે. તેમાંથી જે આવનપુલાક છે તેમાંથી જ્ઞાન પુલાક આદિ પાંચ ભેદ કહ્યા છે. જે
ખલનામિલિત આદિ આચારે વડે જ્ઞાનને આશ્રિત કરીને આત્માને અસાર કરે છે, તે સાધુને જ્ઞાન પુલાક કહે છે. (૨) કુદષ્ટિના સંસ્તવ આદિ વડે જે દશનને નિસ્સર કરે છે, તેને દર્શન પુલાક કહે છે. (૩) મૂલગુણે અને ઉત્તર ગુણોની જે પ્રતિસેવના કરે છે તેને ચરણપુલાક કહે છે. (૨) રજોહરણ, મુહ પત્તિ આદિ રૂપ સાધુઓના જે લિંગ છે, તેના કરતાં અધિક લિંગને ધારણ કરનાર સાધુને લિંગ પુલાક કહે છે. (૫) જે સાધુ થડા થોડા પ્રમાદી બની ગયો હોય છે તેને અથવા જે મનથી અક૯યને ગ્રહણ કરે છે તેને યથાસૂમ પુલાક કહે છે. લબ્ધિપુલાક એક જ પ્રકાર હોય છે તેથી અહીં તેનું વિવેચન કર્યું નથી.
હવે સૂત્રકાર બકુશના ભેદનું નિરૂપણ કરે છે. બકુશના મુખ્ય બે ભેદ કહ્યા છે—(૧) શરીર બકુશ અને (૨) ઉપકરણ બકુશ. બકુશના નીચે પ્રમાણે પાંચ ભેદ પણ પડે છે–(૧) આભગ બકશ–જે સાધુ વિચારપૂર્વક શરીર અને ઉપકરણની વિભૂષા કરે છે તેને આગ બકુશ કહે છે. (૨) વિના વિચારે જ સહસા શરીર અને ઉપકરણની વિભૂષા કરનાર સાધુને અનાગ બકુશ કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
७७