________________
ઉત્તરગુણોના પ્રતિસેવનથી અથવા સંજવલન કષાયને ઉદયથી દૂષિત થવાને કારણે જેના ૧૮૦૦૦ શીલના ભેદ કુત્સિત થયેલા છે, એવા સાધુને કુશીલ કહે છે. તેના બે ભેદ કહ્યા છે–(૧) પ્રતિસેવનાકુશીલ અને (૨) કષાય કુશીલ.
જે સાધુ અનિયત ઈન્દ્રિયવાળે (ઇન્દ્રિયો પર કાબૂ રાખવાને અસમર્થ) હોવાને કારણે પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહ આદિ રૂપ ઉત્તરગુણેમાં કોઈપણ પ્રકારે વધુ એછી વિરાધના કરતે હેવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે સાધુને પ્રતિસેવનાકુશીલ કહે છે. સંયત હોવા છતાં પણ જેમનામાં સંજવલન કષાયને વધુ ઓછો ઉદય હોય છે, એવા સાધુઓને કષાય કુશીલ કહે છે.
જે સાધુ મોહનીય રૂ૫ ગ્રન્થ (બધન) થી મુક્ત હોય છે, તેને નિગ્રંથ કહે છે. તે નિગ્રંથના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે –(૧) ક્ષીણકષાય અને (૨) ઉપશાન્ત મહ.
શુકલધ્યાન રૂપ જલ વડે જેનો ઘાતિયા કર્મરૂપ મળ (મેલ) દેવાઈ જવાને કારણે જે સાધુ સ્નાત મનુષ્યના જે બની ગયે હોય છે તેને નાતક કહે છે. અથવા જેનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે તે સ્નાતક છે. તે સનાતકના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે (૧) સગ કેવલી, (૨) અગ કેવલી
આ સમરત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે –અહીં નિગ્રંથના તરતમ રૂપે પ્રકટ થનારા ભાવની અપેક્ષાએ પાંચ પ્રકાર કહ્યાં છે. મૂળગુણે અને ઉત્તરગુણોમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કરવા છતાં પણ વીતરાગ પ્રણીત આગમમાં સદા સ્થિર રહેનાર સાધુને અહી પુલાક નિગ્રંથ કહ્યો છે. પુલાક એટલે પરાળ, પરાળ જેમ સારભાગ રહિત હોય છે, એ જ પ્રમાણે આ પુલાક નિગ્રંથ પણ સારરહિત હોય છે, કારણ કે તેઓ ઉત્તરગુણેનું સંપૂર્ણ રીતે પાલન કરતા નથી એટલું જ નહિ પણ મૂળગુણોમાં પણ પૂર્ણતા પ્રાપ્ત કરતા નથી. જેઓ વ્રતનું સંપૂર્ણતઃ પાલન કરે છે, પરંતુ શરીર અને ઉપકરણને સંસ્કારિત કરતાં રહે છે, ઋદ્ધિ અને યશની અભિલાષા સેવે છે, પરિવારથી વીંટળાયેલા રહે છે, અને મેહજન્ય દોષથી યુક્ત હોય છે, એવા સાધુઓને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૭ ૬