________________
નું નામ નિવૃત્તિ છે. આ ઈનિદ્રયાકાર રચના પુલેમાં પણ થાય છે અને આત્મપ્રદેશોમાં પણ થાય છે. એટલે કે પુદ્ગલના પ્રદેશ પણ ઇન્દ્રિયાકાર રૂપે પરિણમે છે અને આત્મપ્રદેશે પણ ઈદ્રિયાકાર રૂપે પરિણમે છે. શ્રોત્રાદિક ઇન્દ્રિયેના આકારમાં જે પુદ્ગલના પ્રદેશે અને આત્માના પ્રદેશે પરિણમે છે, દ્રવ્યેન્દ્રિયરૂપ છે, અને પશમ વિશેષ દ્વારા ઉત્પન્ન થતું જે આત્માનું પરિણામ છે, તે જ્ઞાનદશન રૂપ ભાવેદ્રિય છે.
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે-–(૧) નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ એટલે રચના. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એટલે ઇન્દ્રિયાકાર રચના. તે નિવૃત્તિના બે ભેદ છે– (૧) બાહ્ય અને આભ્યન્તર. બાહ્યનિવૃત્તિ દ્વારા ઈન્દ્રિયાકાર પુદ્રલરચના ગ્રહણ કરવી જોઈએ, જે કે પ્રતિનિયત ઈન્દ્રિય સંબંધી જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ સર્વાગી હોય છે, છતાં પણ અંગે પાંગ નામકરણના ઉદયથી જ્યાં પુદ્ગલ પ્રચયરૂપ જે દ્રવ્યેન્દ્રિયની રચના થાય છે, ત્યાંના આત્મા પ્રદેશમાં તે તે ઇન્દ્રિયના કાર્યો કરવાની ક્ષમતા હોય છે. ઉપકરણ એટલે ઉપકારનું પ્રયોજક સાધન, તે પણ બાહા અને આભ્યન્તરના ભેદથી બે પ્રકારનું છે. નેત્રન્દ્રિયમાં જે કૃષ્ણ શુકલ મંડળ છે, તે આભ્યન્તર ઉપકરણ છે અને જે અક્ષિપત્ર (પાંપણ) આદિ રૂપ ઉપકરણ છે, તે બાહા ઉપકરણ છે. એ જ વાત અહીં “વાd નિવૃત્તિ વિત્રા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. બાહ્યા નિવૃત્તિ ( બાહ્યકાર) અનેક પ્રકારની હોય છે, કારણ કે તે પ્રતિનિયત આકારવાની સંભવી શકતી નથી જેમકે માણસના કાન નેત્રેના બને પાશ્વભાગોમાં હોય છે. અને ઉપરીતન શ્રવણબની અપેક્ષાએ બને ભ્રમરો સમાન હોય છે. ઘેડાના બન્ને નેત્રે ઉપર તીક્ષણ અર્ધભાગ (બને કાન) હોય છે, ઈત્યાદિ પ્રકારે જાતિભેદ અનુસાર વિવિધ પ્રકારની ખાટ્ટા ઇન્દ્રિય નિવૃત્તિ હોય છે. પરંતુ સમસ્ત જીવમાં જે આભ્યન્તર નિવૃત્તિ હોય છે તે તે સમાન જ હે છે. સ્પર્શેન્દ્રિય નિવૃત્તિના તે બાહા અને આન્તરિક રૂપ બે ભેદ પડતાં જ નથી કારણ કે તે વિવિધ આકૃતિવાળી હોય છે. જે ૨ !
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪