________________
અથવા ઈન્દ્રના દ્વારા દુષ્ટ આદિ હોવાથી શ્રોત્રાદિકને ઇન્દ્રિયો કહેવામાં આવેલ છે. “ રૂરિ મૈ ” ના અનુસાર “સુ” ધાતુમાંથી ઈન્દ્ર બન્યું છે. સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણને અભાવ થઈ જાય ત્યારે આત્મા સમસ્ત પદાર્થોને જ્ઞાતા (દા) બની જાય છેએ બની જવું એજ આત્માનું પરમેશ્વય છે. એવા પરઐશ્વર્યવાળે આ આત્મા જ હોઈ શકે છે–બીજું દ્રવ્ય હઈ શકતું નથી તેથી તે ઈદ્રની જેમ પરમેશ્વર્ય સંપન્ન હોઈ શકવાને કારણે તેને ઈન્દ્ર કહ્યો છે. આ ઈન્દ્રનું જ તે ચિહ્ન છે. આ ઈન્દ્રિય રૂપ ચિહ્ન વડે જ આત્માને (જીવને ) ઓળખી શકાય છે. અહીં જ્ઞાનેન્દ્રિયોની જ વાત ચાલી રહી છે અહી શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયે કહી છે, અને છટ્વસ્થ છે તેમની સહાયતાથી જ તેમના વિષયોને (તે પાંચે ઈન્દ્રિયોના વિષયોને) જાણી શકે છે થા–૨૩
જો કે અન્ય સિદ્ધાન્તકારોએ તે સિવાયની વાક્ પાણિ) (હાથ) પગ, પાયુ (મલદ્વાર) અને ઉપસ્થના ભેદથી બીજી પણ પાંચ ઇન્દ્રિયો કહી છે, પરન્તુ તેઓ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી થતી નથી, તે કારણે અહીં તેમની વાત કરી નથી. તેમને કર્મેન્દ્રિય કહી શકાય છે, કારણ કે તે બેલવા, ચાલવા આદિ કાર્યોમાં કામ આવે છે. “રં નામોરિ” તે શ્રોત્રાદિક પાંચ ઈન્દ્રિયોને નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર વિભાગમાં વિભકત કરવા માં આવી છે, પરંતુ અહીં નામ ઈન્દ્રિય અને સ્થાપના ઈન્દ્રિયને અધિકાર ચાલી રહ્યો નથી, અહીં દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયને અધિકાર ચાલી રહ્યો છે, કારણ કે નામ ઈદ્રિય અને સ્થાપના ઈદ્રિય જ્ઞાનની સાધક હોતી નથી પરંતુ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય જ જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત બને છે. તેથી તે બે પ્રકારે જ જ્ઞાનેન્દ્રિય રૂપ છે. એટલે કે શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ જ્ઞાનેન્દ્રિ દ્વબેન્દ્રિય રૂપ પણ હેય છે અને ભાવેન્દ્રિય રૂપે પણ હોય છે. તેમની રચના -
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪
૬૮