________________
થાય છે. તેથી હવે સૂત્રકાર ઈન્દ્રિયાનું અને ઈન્દ્રિય કષાયથી રહિત થવા રૂપ મુંડિત અવસ્થા ધારણ કરનાર વ્યક્તિએનું કથન કરે છે.
ટીકા–“ર ફંટિયા પura” ઈત્યાદિ–
ઈન્દ્રિયના વિષયરૂપ અર્થ પાંચ કહ્યા છે –(૧) શ્રોત્રેન્દ્રિયાર્થ, (૨) નેગેન્દ્રિયાર્થ, (૩) ઘ્રાણેન્દ્રિયાર્થ, (૪) રસનેન્દ્રિયાઈ અને (૫) સ્પર્શેન્દ્રિયાથ. ઈન્દ્રનું જે ચિહ્ન છે તે ઇન્દ્રિય છે. ઈન્દ્ર શબ્દ દ્વારા અહીં આત્મા પ્રહણ થયે છે, કારણ કે સર્વવિષયની ઉપલબ્ધિ અને અનેક ભેગ રૂપ પરઐશ્વર્યાને અનુભવ તે કરે છે, તેની જીવન પ્રાપ્તિ કરાવનાર જે બાહ્ય સાધન છે તેને ઈન્દ્રિયો કહે છે. અથવા તે જીવ રૂ૫ ઈદ્રથી જે દષ્ટ છે, સુષ્ટ છે, જષ્ટ છે, દત્ત છે, અથવા દુર્જાય છે, તે ઈન્દ્રિય છે. એવી ઇન્દ્રિયે શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ છે. તે શ્રોત્રાદિક ઈન્દ્રિયે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. તેમાંથી નામ અને સ્થાપના રૂપ ઈન્દ્રિય સુગમ હોવાથી અહીં તેમનું વધુ વિવેચન કર્યું નથી. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ નામના બે ભેદ કહ્યા છે. નિવૃત્તિ એટલે આકાર તે નિવૃત્તિરૂપ ઈન્દ્રિયના પણ બાહ્ય અને આભ્યન્તરના ભેદથી બે પ્રકાર કહ્યા છે. બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિય અનેક પ્રકારની છે અને આભ્યન્તર નિવૃત્તિ અનુક્રમે શ્રોત્રેન્દ્રિયથી લઈએ તે કદમ્બપુષ્પ, ધાન્યમસુર, અતિમુક્તક પુષ્પ ચન્દ્રિકા, યુરપ્ર (અ) અને વિવિધ સંસ્થાનવાળી છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયની આવ્યન્તર નિવૃત્તિ (આકાર) કદમ્બપુષ્પ સમાન છે, આંખની આભ્યન્તર નિવૃત્તિ મસૂરની દાળ સમાન છે, નાકની આભ્યન્તર નિવૃત્તિ અતિમુકતક પુષ્પચન્દ્રિકા સમાન છે, જીભની આભ્યન્તર નિવૃત્તિ અસ્ત્રા સમાન છે, અને સ્પર્શેન્દ્રિયની આભ્યન્તર નિવૃત્તિ અનિયમિત આકારવાળી છે. વિષયને ગ્રહણ કરવાની શકિત રૂપ ઉપકરણ ઇન્દ્રિય હોય છે. તે છેલ્વનું છેદન કરવામાં તલવારની ધારસમાન હોય છે. એટલે કે જેમ ધાર વિનાની તલવાર-બૂઠી તલવાર છેદવા ચોગ્ય પદાર્થને દવામાં અસમર્થ નિવડે છે, એ જ પ્રમાણે ઉપકરણ ઇન્દ્રિયને અભાવ હોય ત્યારે નિવૃત્તિને સદભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરી શકતી નથી.
તે ઉપકરણ ઈન્દ્રિયના બે ભેદ છે– (૧) ભાવેન્દ્રિય લબ્ધિ અને (૨) ભાવેન્દ્રિય ઉપગ. તેમાંથી જે લબ્ધિરૂપ ભાવેન્દ્રિય છે તે તદાવરણ પશમ રૂપ હોય છે અને ઉપગ રૂપ જે ભાવેન્દ્રિય હોય છે તે પિતાના વિષયમાં વ્યાપાર ( પ્રવૃત્તિ) રૂપ હોય છે. કહ્યું પણ છે કેઃ
હું કીયો ઘોયરુઢિ' ઈત્યાદિ –
આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે –“રૂજ્ય બ્રિજ યુનિયન રૂઝ દBવિસ્થાત્ વા વિ૬” આ વ્યુત્પત્તિ અનુસાર ઈન્દ્રનું ચિહ્ન હોવાથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૬૭