________________
ઈન્દ્રિયોને અર્થોકો ઔર ઈન્દ્રિય સંબંધી પદાર્થોના નિરૂપણ
આ પ્રકારે પાંચ અતિકાનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે સૂત્રકાર જીવાસ્તિકાય સાથે સંબંધ ધરાવતી કેટલીક વાતોનું આ અધ્યયનની સમાપ્તિ સુધી પ્રતિપાદન કરશે. તેમાંથી પહેલાં તે સૂત્રકાર ગતિભેદનું કથન કરે છે.
ટીકાર્થ–“વે એ પત્તા ” ઇત્યાદિ–
ગમનક્રિયાનું નામ ગતિ છે. અથવા જે જીવ દ્વારા પ્રાપ્ત કરાય છે તે ગતિ છે, એવી તે ગતિ ક્ષેત્રવિશેષ રૂપ હોય છે. અથવા જે કમ પુદ્ગલેની પ્રાપ્તિને કારણે જીવનું ગમન થાય છે તે ગતિ છે. એવી તે ગતિ નામકર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ હોય છે. અથવા નામકર્મની ઉત્તરપ્રકૃતિ રૂ૫ ગતિ દ્વારા જીવની જે અવસ્થા કરાય છે, તે ગતિ છે. જીવની એવી અવસ્થાઓ ( ગતિએ) પાંચ કહી છે–(૧) નિયગતિ, (૨) તિચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ અને (૫) સિદ્ધગતિ.
જીવનું નરકમાં ગમન થવું તેનું નામ નિરયગતિ છે. નિય ક્ષેત્રવિશેષ રૂપ છે. તે ક્ષેત્રવિશેષમાં ગમન કરાવનારી જે ગતિ છે તેને નિરયગતિ કહે છે. અથવા તે ક્ષેત્રવિશેષ રૂપ નિરયને પ્રાપ્ત કરાવનારી જે ગતિ છે તેનું નામ નિરયગતિ છે. તિયામાં જે ગમન થાય છે તેનું નામ તિર્યંચગતિ છે. અથવા તિય ક્ષેત્રરૂપ જે ગતિ છે તેને તિર્યગૂગતિ કહે છે. અથવા તિર્યંચ દશાને પ્રાપ્ત કરાવનારી જે ગતિ છે તેને તિર્યા ચગતિ કહે છે. એ જ પ્રકારનું કથન મનુષ્યગતિ અને દેવગતિ વિષે પણ સમજવું. સિદ્ધિમાં જે જાય છે તેનું નામ સિદ્ધિગતિ છે. અથવા સિદ્ધિરૂપ જે ગતિ છે તેનું નામ સિદ્ધિગતિ છે. અહીં નામકર્મની પ્રકૃતિને સદ્ભાવ હેત નથી. સૂ. ૨ છે
આગલા સૂત્રમાં સિદ્ધિગતિને ઉલ્લેખ થયે છે. ઈન્દ્રિયાર્થી અને કપા. ના ત્યાગપૂર્વક મુંડિત થઈને શ્રમણ પર્યાય અંગીકાર કરવાથી તેની પ્રાપ્તિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૬૬