________________
બિનયકે સ્વરૂપના નિરૂપણ
આગલા સૂત્રમાં વચનના ભેદે પ્રકટ કરવામાં આવ્યા. તેમાંથી કેટલાક વચન ભેદનો વિનયને નિમિત્તે પણ પ્રેગ થતો હોય છે. તેથી હવે સૂત્રકાર વિનયના ભેદનું કથન કરે છે-“સત્તવિ વિના” ઈત્યાદિ–(સૂ ૪૬)
વિનય સાત પ્રકારને કહ્યો છે. આત્માને વળગેલાં આઠ પ્રકારના કર્મોને જેના દ્વારા નાશ કરવામાં આવે છે, તેનું નામ વિનય છે તે વિનયના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે
(૧) જ્ઞાનવિનય, (૨) દશનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મને વિનય, (૫) વાવિનય, (૬) કાયવિનય, અને (૭) લેકે પચારવિનય.
જ્ઞાનવિનય પાંચ પ્રકારના જ્ઞાનરૂપ-એટલે કે આભિનિબંધિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપ-હોય છે. અથવા આ પાંચ પ્રકારના જ્ઞાનેને વિષય કરે-તેમના પ્રત્યે બહુ માન, ભક્તિભાવ આદિ રાખવા તેનું નામ જ્ઞાનવિનય છે. કહ્યું છે કે
મરી ત વમળા” ઈત્યાદિ.
દર્શન એટલે સમ્યકત્વ. આ સમ્યક્ત્વને સદ્ભાવ હવે તેનું નામ જ સમ્યત્વ વિનય અથવા દર્શનવિનય છે અથવા દર્શન અને દર્શનવાળામાં અભેદ માનીને દર્શનગુણાધિક પુરુષને વિનય કરે–તેની શુશ્રષા કરવી, તેની અશાતના ન કરવી તેનું નામ પણ દર્શનવિનય છે. કહ્યું પણ છે કે
“ સુકૂળા કળાતાચળ” ઈત્યાદિ.
દર્શનવિષક વિજ્યના શુBષણ અને અનાશાતના નામના બે ભેદ કહ્યા છે. દર્શનગુણસંપન્ન પુરુષને આ બન્ને પ્રકારે વિનય કરવામાં આવે છે. તેમાંથી શુશ્રષણ વિનયના દસ પ્રકાર કહ્યા છે.-(૧) સ્તવન વંદનારૂપ સરકાર વિનય (૨) અભ્યથાન વિનય કરવા એગ્ય સાધુને જોઈને અથવા તે સાધુ સમીપમાં આવે ત્યારે આસન પરથી ઊભા થવા રૂપ વિનયનું નામ અદ્ભુત્થાન વિનય છે. (૩) સન્માન વિનય-સાધુઓને અપાત્રાદિકનું સમર્પણ કરવું તેનું નામ સમ્માન વિનય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૮૫