________________
પણ સાત કક્ષાએ કહી છે. ભદ્રસેનનું બીજું નામ રુદ્રસેન છે. ધરણ દક્ષિણ દિશાને ઈદ્ર છે. ભદ્રસેનના પાયદળની પહેલી કક્ષામાં ૨૮ હજાર દે છે, બીજીમાં ૫૬ હજાર દે છે, ત્રીજમાં ૧ લાખ ૨૮ હજાર દેવો છે એજ પ્રમાણે સાતમી કક્ષા સુધીની કક્ષાઓના સિનિકોની સંખ્યા કહેવી જોઈએ. પ્રત્યેક કક્ષામાં આગલી કક્ષા કરતાં બમણા સૈનિકે સમજવા એજ પ્રકારનું કથન મહાઘોષ પર્વતના ઈન્દ્રોના ૫દાતાનીકાધિપતિઓની સેનાઓની કક્ષાએ વિષે પણ સમજવું એટલે કે ભૂતાનન્દ, વેણુદેવ, વેણુદાલિ, હરિકાન્ત, હરિષહ, અગ્નિશિખ, અગ્નિમાણવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાન્ત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘેષ અને મહાઘોષ આ ૧૬ ઈન્દ્રોના પાદાતાનીકાધિપતિઓની સેનાઓની સાત સાત કક્ષાએ છે અને પ્રત્યેક કક્ષામાં આગલી કક્ષા કરતાં બમણું સિનિક છે એમ સમજવું.
ઉપર જે ૧૬ ઈન્દ્રોની વાત કરી તેમાંથી ૮ દક્ષિણાધિપતિ છે અને ૮ ઉત્તરાધિપતિ છે. જેમ કે અસુરકુમારના ચમર અને બલિ નામના બે ઈન્દ્રો છે. તેમાંથી અમર દક્ષિણાધિપતિ છે અને બલિ ઉત્તરાર્ધાધિપતિ છે નાગકુમારોના ઈનાં નામ ધરણ અને ભૂતાનન્ટ છે. તેમાંથી મરણુ દક્ષિણા પતિ છે અને ભૂતાનન્દ ઉત્તરાર્ધાધિપતિ છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. આ સેળે ઈન્દ્રોને પાદાતાનીકાધિપતિની જે સાત સાત કક્ષાઓ છે, તે પ્રત્યેક કક્ષામાં કેટલા કેટલા સિનિકેિ છે તે “qui' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યું છે. દેવેન્દ્ર દેવરાજ શકને જે પાદાતાનીકાધિપતિ છે તેનું નામ હરિણે ગમેલી દેવ છે. તેની પાદાતાનીક ( પાયદળ) સેનાની સાત કક્ષાએ છે. તે કક્ષાઓનાં નામ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ઈત્યાદિ સમજવા ચમરની વક્તવ્યતામાં જેવી કક્ષાએ પ્રકટ કરવામાં આવી છે એવી જ કક્ષાઓ અહી પણ સમજવી જોઈએ. પ્રત્યેક કક્ષામાં સિનિકોની સંખ્યા પણ એ જ પ્રમાણે સમજવી એ જ વાત સૂત્રકારે “gવું કહા ચમરણ તા જાવ અનુયર” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પરંતુ તેમના પાદાતાનીકાધિપતિઓનાં નામ જદાં જુદાં છે. તે નામ આગલા સૂવમાં પ્રકટ કરવામાં આવ્યા છે. એ જ વાત સૂત્રકારે “TT Tચત્તાગચાવિ તે પુપમળિયા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે શક્રથી લઈને અશ્રુત પર્યન્તના ૧૦ ઈન્દ્રોના પાદાતાની. કાધિપતિની સેનાની પ્રથમ કક્ષામાં કેટલા સિનિકે છે તે “પ્રાપ્ત કરવાનીરૂં” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. શકના પાદાતાનીકાધિપતિ હરિગમેલી દેવની સેનાની પ્રથમ કક્ષામાં ૮૪ હજાર દેવ (સૈનિક દે) છે, ઈશાનના લઘુપરકમ નામના પાદાતાનીકાધિપતિની સેનાની પ્રથમ કક્ષામાં ૮૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪