________________
ધર્માસ્તિકાય આદિ સાત સ્થાનને, ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન દર્શનધારી જિને. કાર ભગવાન જાણી-દેખી શકે છે. એવા જિનેશ્વર વર્તમાન તીર્થમાં મહાવીર પ્રભુ થઈ ગયા છે, તેથી હવે સૂત્રકાર મહાવીર સ્વામીના સ્વરૂપનું વર્ણન નીચેના સૂત્રમાં કરે છે
સમળે માવે મહાવીર ” ઈત્યાદિ– સૂ. ૨૯) ટીકાર્ય-શ્રમણ ભગવાન મહાવીર વજી ઋષનારાય સંહનનવાળા અને સમચતુરસ્ત્ર સસ્થાનવાળા હતા. તેમના શરીરની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હતી કે સૂ. ૩૦
હવે સૂત્રકાર ભગવાન દ્વારા પ્રરૂપિત સાત વિકથાઓનું કથન કરે છે. “સર વિશારો પત્તાશો” ઈત્યાદિ–(સૂ ૩૦)
ચમરેન્દ્રાદિકક અનીક ઔર ઉનકે અનીકાધિપતિયોં કા નિરૂપણ
ટીકાર્થ-વિકથાઓ સાત કહી છે. તે સાત પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) સ્ત્રીકથા (૨) ભક્તકથા, (૩) દેશકથા, (૪) રાજકથા, (૫) મૃદુકારુણિક કથા, (૬) દર્શન ભેદની કથા અને (૭) ચારિત્ર ભેદની કથા.
સંયમની બાધક હોવાને કારણે વિરુદ્ધ જે કથાઓ છે–બેલવાની પદ્ધતિ છે, તેમને વિકથા કહે છે. એવી વિથા સાત કહી છે. પહેલી ચાર વિકથાનું ચોથા સ્થ નકમાં વિવેચન કરવામાં આવ્યું છે, હવે બાકીની ત્રણ વિકથાઓનું સ્વરૂપ બતાવવામાં આવે છે-જે કથા શ્રોતાના હૃદયમાં મૃદુભાવ ઉત્પન્ન કરી નાખે છે અને કરુણ રસમાળી હોય છે તેને મૃદુકારુણિકી વિકથા કહે છે. પુત્રાદિકના મરણને કારણે જનિત દુઃખથી પીડાતા માતાપિતા આદિ દ્વારા કરાતા કરુણ પ્રલાપથી પ્રધાનતાવાળી આ વિકથા હોય છે. જેમ કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬૮